Gujarat Mahanagarpalika Land : ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાઓને સુવિધાના વિકાસ માટે સરકારી જમીન વિના મૂલ્યે ફળવાશે, રાજયસરકારે લીધો મહત્વનો નિર્ણય


Gujarat Mahanagarpalika Land શહેરી વિકાસને વેગ આપતો મહત્વનો નિર્ણય
Gujarat Mahanagarpalika Land : ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાઓને સુવિધાના વિકાસ માટે સરકારી જમીન વિના મૂલ્યે ફળવાશે, રાજયસરકારે લીધો મહત્વનો નિર્ણય


Gujarat Mahanagarpalika Land શહેરી વિકાસને વેગ આપતો મહત્વનો નિર્ણય
Gujarat Mahanagarpalika Land : આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને જમીન ખરીદવાના આર્થિક ભારણમાંથી રાહત મળશે અને શહેરોમાં માળખાકીય સુવિધાઓના વિકાસને વેગ મળશે. રાજ્ય સરકાર દ્વારા નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ મહાનગરપાલિકાઓને જમીન ફાળવણીના નિયમોમાં આગામી 5 વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે.
નવી મહાનગરપાલિકાઓમાં નાગરિકોને જરૂરી પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સરકારી જમીન ફાળવવામાં આવશે. જેમાં મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, પાણી પુરવઠા વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, પમ્પિંગ સ્ટેશન, ટાઉન હોલ સહિત કુલ 11 પ્રકારની જાહેર સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એક હેક્ટર સુધી જમીન ફાળવણી સરળ
આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને વહીવટી માળખું ઊભું કરવા તેમજ નાગરિકોને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જમીનની વ્યવસ્થા સરળ બનશે. રાજ્ય સરકારે એક હેક્ટર સુધીની જમીન ફાળવણીની પ્રક્રિયાને સરળ બનાવી છે. આના કારણે નવી મહાનગરપાલિકાઓને વિવિધ જાહેર સુવિધાઓ માટે જમીન મેળવવામાં સરળતા રહેશે. જોકે, એક હેક્ટરથી વધુ જમીન મેળવવાની જરૂરિયાત હોય અથવા ગૌચર જમીનની ફાળવણીનો પ્રશ્ન હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત રહેશે.
શહેરી વિકાસને મળશે વેગ
નવી મહાનગરપાલિકાઓમાં વસ્તી અને શહેરી વિસ્તાર વધતા જાહેર સુવિધાઓની જરૂરિયાત પણ વધી રહી છે. જમીન ખરીદવા માટે થતો ખર્ચ ઓછો થતાં મહાનગરપાલિકાઓ પોતાના વિકાસના કામો માટે ઉપલબ્ધ નાણાંનો વધુ અસરકારક ઉપયોગ કરી શકશે.
મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, પાણી અને ગટર વ્યવસ્થા જેવી સુવિધાઓ માટે જમીન ઉપલબ્ધ થવાથી શહેરોના વહીવટી અને માળખાકીય વિકાસને ગતિ મળવાની આશા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને નવી મહાનગરપાલિકાઓ માટે મહત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી પાંચ વર્ષ દરમિયાન આ છૂટછાટથી શહેરોમાં જાહેર સુવિધાઓના વિકાસ અને શહેરી માળખાને મજબૂત બનાવવામાં મદદ મળશે.




