Gandhinagar Sealing Drive: મનપાની ઝુંડાલમાં મેગા સીલિંગ ડ્રાઈવ, 196 મિલકત સીલ, રૂપિયા 14.04 લાખની કરાઈ વસૂલાત


મનપાની ઝુંડાલમાં મેગા સીલિંગ ડ્રાઈવ
Gandhinagar Sealing Drive: મનપાની ઝુંડાલમાં મેગા સીલિંગ ડ્રાઈવ, 196 મિલકત સીલ, રૂપિયા 14.04 લાખની કરાઈ વસૂલાત


મનપાની ઝુંડાલમાં મેગા સીલિંગ ડ્રાઈવ
Gandhinagar Sealing Drive: મિલકતવેરાની બાકી રકમ વસૂલવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝુંડાલ વિસ્તારમાં મનપાની ટીમોએ વહેલી સવારે 8:30 વાગ્યાથી મેગા સીલિંગ ડ્રાઈવ શરૂ કરી હતી. આ કાર્યવાહીમાં મિલકતવેરો બાકી હોવાના પગલે કુલ 196 મિલકતોને સીલ કરવામાં આવી હતી. મનપાની આ કાર્યવાહીથી બાકી વેરો નહીં ભરનારા મિલકતધારકોમાં ફફડાટ ફેલાયો છે.
196 મિલકતોને સીલ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર મનપા દ્વારા ઝુંડાલ વિસ્તારમાં આવેલી વિવિધ મિલકતો સામે વેરા વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આમ્રકુંજ, અરસ્તુ અને શરણ સર્કલ હબ સહિતના વિસ્તારોમાં મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની ટીમો દ્વારા અગાઉથી બાકી મિલકતવેરો ભરપાઈ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં વેરો નહીં ભરનાર મિલકતધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વહેલી સવારથી શરૂ થયેલી આ મેગા ડ્રાઇવ દરમિયાન કુલ 196 મિલકતોને સીલ કરવામાં આવી હતી.
બાકી મિલકતવેરાની વસૂલાતને લઈને મનપા હવે વધુ સક્રિય બની
જોકે, મનપાની કાર્યવાહી બાદ કેટલાક મિલકતધારકોએ તાત્કાલિક વેરાની બાકી રકમ ભરપાઈ કરી હતી. અત્યાર સુધીમાં 62 મિલકતધારકોએ વેરો જમા કરાવતાં તેમની મિલકતોના સીલ ખોલવામાં આવ્યા છે. આ 62 મિલકતોમાંથી ગાંધીનગર મનપાએ કુલ રૂપિયા 14.04 લાખનો બાકી મિલકતવેરો વસૂલ્યો છે. ઉલ્લેખનીય છે કે, બાકી મિલકતવેરાની વસૂલાતને લઈને ગાંધીનગર મનપા હવે વધુ સક્રિય બની છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઝોનવાઇઝ ટીમો ઉતારીને વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મનપાની આ મેગા સીલિંગ ડ્રાઈવથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે લાંબા સમયથી મિલકતવેરો બાકી રાખનારા મિલકતધારકો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી થઈ શકે છે.




