Bharatiya Kisan Sangh : ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘનું સ્નેહ મિલન યોજાયું, ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ

Bharatiya Kisan Sangh : ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલા આ સંમેલનમાં કિસાન સંઘના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા.
Vivek Shah
Vivek Shah
Bharatiya Kisan Sangh ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘનું સ્નેહ મિલન યોજાયુંBharatiya Kisan Sangh ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘનું સ્નેહ મિલન યોજાયું

Bharatiya Kisan Sangh ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘનું સ્નેહ મિલન યોજાયું

Bharatiya Kisan Sangh : આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓ જાણી તેના ઉકેલ માટે સામૂહિક પ્રયાસો કરવાનો હતો. સ્નેહ મિલન દરમિયાન ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલે ખેડૂતોના પ્રશ્નો, સંગઠનની કામગીરી અને આગામી આયોજન અંગે નિવેદન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની સમસ્યાઓ જાણવા અને તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે આ સામૂહિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને સંગઠન સાથે જોડીને તેમના પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ખેડૂતો અને કિસાન સંઘના કાર્યકરોનું સ્નેહ મિલન

નવા વર્ષની શરૂઆત સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે. ગ્રામ સમિતિથી લઈને પ્રદેશ સમિતિ સુધી સંગઠનનું માળખું મજબૂત બને અને ખેડૂતોના પ્રશ્નો અસરકારક રીતે રજૂ થઈ શકે તે માટે કાર્યકરોને સાથે મળીને કામગીરી કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના વીજળી સંબંધિત પ્રશ્નો અને વીજલાઈનની સમસ્યાઓ અંગે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું આર. કે. પટેલે જણાવ્યું હતું.

આ મુદ્દે રાજ્ય સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું કિસાન સંઘે જણાવ્યું છે. ખેડૂતોને ખેતી માટે વીજળી મેળવવામાં પડતી મુશ્કેલીઓ, વીજ જોડાણો અને વીજલાઈન સંબંધિત પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.

ખેડૂતોના પ્રશ્નો અંગે સરકારનો હકારાત્મક પ્રતિસાદ : કિસાન સંઘ

આ ઉપરાંત, ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ 14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દાઓના નિરાકરણ માટે સરકાર પ્રયત્નશીલ હોવાનો કિસાન સંઘે દાવો કર્યો હતો. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે અને ખેતીક્ષેત્રને લગતી સમસ્યાઓ હળવી બને તે માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતો અને સંગઠનના કાર્યકરો વચ્ચે પરસ્પર સંવાદ, સંગઠનની એકતા અને ખેડૂતોના હિત માટે સામૂહિક કામગીરી કરવાની ભાવના પર ભાર મૂકવામાં આવ્યો હતો.

નવા વર્ષમાં ગ્રામ્ય સ્તરે સંગઠન વધુ મજબૂત બને અને ખેડૂતોના પ્રશ્નો સમયસર સંબંધિત વિભાગો સુધી પહોંચે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘના આ સ્નેહ મિલન કાર્યક્રમને ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરવા અને સંગઠનને નવી દિશા આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Jamnagar Corporation Development : જામનગરના વિકાસ પ્રોજેક્ટ્સની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, મંત્રીઓએ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી