Jamnagar Corporation Development : જામનગરના વિકાસ પ્રોજેક્ટ્સની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, મંત્રીઓએ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી


Jamnagar Corporation Development જામનગરના વિકાસ પ્રોજેક્ટ્સની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
Jamnagar Corporation Development : જામનગરના વિકાસ પ્રોજેક્ટ્સની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, મંત્રીઓએ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી


Jamnagar Corporation Development જામનગરના વિકાસ પ્રોજેક્ટ્સની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
Jamnagar Corporation Development : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી બેઠકમાં શહેરના હાલ પ્રગતિ હેઠળના વિકાસકામો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રીઓએ પ્રોજેક્ટ્સની કામગીરી, આયોજન અને અમલીકરણ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
ટાવર અને બર્ધન ચોકના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી
બેઠકમાં કેન્દ્ર સરકારના અર્બન ચેલેન્જ ફંડ ગ્રાન્ટ, રાજ્ય સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-2026 બાય-લોઝ અને કચરાના વ્યવસ્થાપન સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઈન્ટીગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ, સેનિટરી લેન્ડફિલ, કોમ્પ્રેસ્ડ બાયોગેસ અને અન્ય વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાની આવક-જાવક, ટેક્સ કલેક્શન અને ટી.પી. પ્લોટના વેચાણની સ્થિતિ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.
શહેરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં રંગમતી રિવર રિજુવનેશન, સી.ઈ.ટી.પી. પ્લાન્ટ, સ્લમ ફ્રી સિટી એક્શન પ્લાન, ખંભાળિયા રોડ પર આવેલા લહેર તળાવને નમો ગૌરવ પાર્ક યોજના હેઠળ પી.પી.પી. ધોરણે વિકસાવવાની યોજના, સુભાષ માર્કેટનું રિનોવેશન અને રી-ડેવલપમેન્ટ તથા માંડવી ટાવર અને બર્ધન ચોકના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ નવા વેજીટેબલ માર્કેટ, રીજીઓનલ કન્વેન્શન સેન્ટર, એરપોર્ટ રોડ અને જીટીએમસી રોડના વિકાસ તેમજ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે નાઘેડી બાયપાસ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની દરખાસ્ત અંગે પણ સમીક્ષા કરાઈ હતી. મંત્રીઓએ તમામ પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થાય, ગુણવત્તા જળવાય અને શહેરના નાગરિકોને મહત્તમ લાભ મળે તે દિશામાં અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી સહિતના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા તથા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




