Get News Alerts

Never miss breaking news updates.

Dang થી સુરત સુધી ન્યાયની માગ, આહવા બાર એસોસિએશને હાઈકોર્ટ બેન્ચ માટે ઠરાવ કર્યો

Dang : દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માગ હવે વધુ મજબૂત બની રહી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Sep 2026 01:35 PM IST
Dang થી સુરત સુધી ન્યાયની માગ, આહવા બાર એસોસિએશને હાઈકોર્ટ બેન્ચ માટે ઠરાવ કર્યોDang થી સુરત સુધી ન્યાયની માગ, આહવા બાર એસોસિએશને હાઈકોર્ટ બેન્ચ માટે ઠરાવ કર્યો

Dang Advocate

Dang : આ માગને આહવા-ડાંગ બાર એસોસિએશને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે. બાર એસોસિએશને ઠરાવ પસાર કરીને સુરત ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગને સર્વાનુમતે સમર્થન આપ્યું છે.

આહવા-ડાંગ બાર એસોસિએશનના જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લો અમદાવાદથી આશરે 350થી 400 કિલોમીટર દૂર હોવાથી હાઈકોર્ટ સંબંધિત કામકાજ માટે અમદાવાદ પહોંચવામાં પક્ષકારો અને વકીલોને લાંબી મુસાફરી કરવી પડે છે. તેના કારણે સમય, નાણાં અને શારીરિક શક્તિનો પણ નોંધપાત્ર વ્યય થાય છે.

દક્ષિણ ગુજરાત માટે ન્યાયની નવી રાહ?

દક્ષિણ ગુજરાતના નાગરિકોને ન્યાય મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બને તે માટે સુરત ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ કરવામાં આવી છે. જો સુરતમાં હાઈકોર્ટની બેન્ચ સ્થાપવામાં આવે તો ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓના નાગરિકો અને વકીલોને તેનો લાભ મળી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ અભિયાનને વધુ વેગ આપવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના દક્ષિણ ગુજરાતના 8 ચૂંટાયેલા સભ્યો દ્વારા યોજાયેલા ‘Get Together’ તેમજ 40થી વધુ બાર એસોસિએશનો દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં હવે ડાંગ બાર એસોસિએશન પણ સત્તાવાર રીતે જોડાયું છે.

ડાંગ બાર એસોસિએશનનો એકસૂર માગ સાથે ઠરાવ

આહવા-ડાંગ બાર એસોસિએશન દ્વારા પસાર કરાયેલા ઠરાવની નકલો રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, કાયદા મંત્રી, ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ ઉપરાંત સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોને મોકલવામાં આવી છે. આ માધ્યમથી સુરતમાં હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ અંગે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. બાર એસોસિએશનનું માનવું છે કે ન્યાય વ્યવસ્થા સામાન્ય નાગરિક માટે જેટલી નજીક અને સુલભ બને તેટલું ન્યાય મેળવવામાં આવતી વ્યવહારિક મુશ્કેલીઓ ઘટાડી શકાય.

ખાસ કરીને અંતરિયાળ અને આદિવાસી વિસ્તારો ધરાવતા ડાંગ જેવા જિલ્લામાંથી લાંબી મુસાફરી કરવી પડતી હોય ત્યારે નજીકના મોટા શહેરમાં હાઈકોર્ટની બેન્ચ ઉપલબ્ધ થાય તો પક્ષકારો અને વકીલો માટે મોટી સુવિધા ઊભી થઈ શકે છે. હવે સુરતમાં હાઈકોર્ટ બેન્ચની માંગને દક્ષિણ ગુજરાતના કેટલા વધુ બાર એસોસિએશનો અને જનપ્રતિનિધિઓનું સમર્થન મળે છે તથા સરકાર અને હાઈકોર્ટ સ્તરે આ અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : જસદણ-વિંછીયાની ‘મિશન મંગલમ’ની બહેનોએ કરી વિધાનસભાની મુલાકાત, મુખ્યમંત્રી અને ગ્રામ વિકાસ મંત્રીએ બહેનોને બિરદાવ્યા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.