Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

જસદણ-વિંછીયાની ‘મિશન મંગલમ’ની બહેનોએ કરી વિધાનસભાની મુલાકાત, મુખ્યમંત્રી અને ગ્રામ વિકાસ મંત્રીએ બહેનોને બિરદાવ્યા

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ સ્વાવલંબી બહેનોની ઉત્સાહભેર મુલાકાત લઈને વિધાનસભા પરિસરમાં તેમની સાથે સ્મૃતિચિત્ર પડાવી મહિલા સશક્તીકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સચિવાલયના નર્મદા હૉલ ખાતે એક પ્રેરણાદાયી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બહેનો સાથે સીધો વાર્તાલાપ કરીને તેમના સામાજિક અને આર્થિક ઉત્કર્ષને બિરદાવ્યો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Sep 2026 12:56 PM IST
1 / 6
Gallery Image 1

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ સ્વાવલંબી બહેનોની ઉત્સાહભેર મુલાકાત લઈને વિધાનસભા પરિસરમાં તેમની સાથે સ્મૃતિચિત્ર પડાવી મહિલા સશક્તીકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સચિવાલયના નર્મદા હૉલ ખાતે એક પ્રેરણાદાયી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બહેનો સાથે સીધો વાર્તાલાપ કરીને તેમના સામાજિક અને આર્થિક ઉત્કર્ષને બિરદાવ્યો હતો.

2 / 6
Gallery Image 2

રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા તાલુકાના ‘મિશન મંગલમ’ સ્વ-સહાય જૂથ (SHG) સાથે જોડાયેલ મહિલાઓ ગત રોજ ગાંધીનગરની વિશેષ મુલાકાતે પધારી હતી. આ યાદગાર પ્રવાસ દરમિયાન બહેનોએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈ લોકશાહીની ગૌરવવંતી કામગીરીને નજીકથી નિહાળી હતી.

3 / 6
Gallery Image 3

મહિલાઓને માત્ર રોજગારી નહીં, સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા : ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

4 / 6
Gallery Image 4

‘મિશન મંગલમ’ અને સ્વ-સહાય જૂથ (SHG)ની બહેનો સાથે સંવાદ સાધતાં ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યની ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે પગભર બની પોતાના પરિવારનું સન્માનભેર ગુજરાન ચલાવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

5 / 6
Gallery Image 5

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને માત્ર રોજગારી આપવા પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ સંપૂર્ણ આત્મનિર્ભર બને તેવો છે. સખી મંડળો આજે એવું શ્રેષ્ઠ માધ્યમ બન્યા છે, જેના થકી મહિલાઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે છે અને પારિવારિક તથા સામાજિક પ્રસંગોમાં આર્થિક રીતે મજબૂત સહયોગી બની રહ્યા છે.

6 / 6
Gallery Image 6

મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે, સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ વસ્તુઓના વેચાણ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સરસ મેળાઓ ઉપરાંત બસ સ્ટેન્ડ અને યાત્રાધામો ખાતે 'ગ્રામ હાટ' યોજના હેઠળ વિનામૂલ્યે દુકાનો/સ્ટોલ ફાળવવામાં આવે છે, જેથી બહેનો સીધું વેચાણ કરીને મહત્તમ નફો મેળવી શકે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.