Get News Alerts

Never miss breaking news updates.

Surat : સાપે ડંખ માર્યો તો મરેલો સાપ થેલીમાં ભરી હોસ્પિટલ પહોંચ્યા આધેડ, દર્દીઓ અને તબીબો પણ ચોંકી ઉઠ્યા

Surat માં સર્પદંશનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં સાપે ડંખ માર્યા બાદ આધેડ વ્યક્તિ મરેલા સાપને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા.
Vivek Shah
Vivek ShahUpdated on: 12 Sep 2026 10:19 AM IST
Surat : સાપે ડંખ માર્યો તો મરેલો સાપ થેલીમાં ભરી હોસ્પિટલ પહોંચ્યા આધેડ, દર્દીઓ અને તબીબો પણ ચોંકી ઉઠ્યાSurat : સાપે ડંખ માર્યો તો મરેલો સાપ થેલીમાં ભરી હોસ્પિટલ પહોંચ્યા આધેડ, દર્દીઓ અને તબીબો પણ ચોંકી ઉઠ્યા

Surat Snake Bite

Surat : દર્દીના હાથમાં રહેલી થેલીમાં સાપ જોઈને ફરજ પર હાજર તબીબો પણ એક તબક્કે ચોંકી ઉઠ્યા હતા. મળતી માહિતી મુજબ, સણિયા ગામની રૂડા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અશોકભાઈ કોટડિયાને કામ દરમિયાન સાપે પગના ભાગે બે વખત ડંખ માર્યો હતો.

અચાનક સાપના હુમલાથી અશોકભાઈ ગભરાયા હતા, પરંતુ તેમણે હિંમત દાખવી હતી. સાપે ડંખ માર્યા બાદ અશોકભાઈએ લાકડાના ફટકા મારીને સાપને સ્થળ પર જ મારી નાખ્યો હતો. ત્યારબાદ સર્પદંશની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

સણિયાથી સ્મીમેર સુધી સાપ સાથે સફર

અહીં આ ઘટનાનો સૌથી ચોંકાવનારો ભાગ સામે આવ્યો હતો. અશોકભાઈએ જે સાપે તેમને ડંખ માર્યો હતો, તે સાપને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી પોતાની સાથે રાખ્યો હતો. ત્યારબાદ તેઓ 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા બાદ જ્યારે અશોકભાઈ સારવાર માટે તબીબો પાસે ગયા ત્યારે તેમના હાથમાં રહેલી થેલીમાં સાપ હોવાનું ધ્યાનમાં આવતા તબીબો પણ એક ક્ષણ માટે ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ સાપની ઓળખ કરવામાં આવી હતી.

સાપની ઓળખ સ્પષ્ટ થતાં તબીબો દ્વારા દર્દીની તાત્કાલિક સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. સર્પદંશના કેસમાં કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે તેની ઓળખ સારવાર માટે મહત્વપૂર્ણ બની શકે છે, તેથી દર્દી સાપને સાથે લઈને હોસ્પિટલ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.

દર્દીની થેલી જોઈ ડોક્ટરો પણ ચોંક્યા

આ ઘટનામાં અશોકભાઈની હાજરજવાબી અને હિંમત ચર્ચાનો વિષય બની છે. જોકે સાપને મારીને થેલીમાં લઈને આવવું જોખમી બની શકે છે, કારણ કે મરેલો દેખાતો સાપ પણ ક્યારેક હલનચલન કરી શકે છે. આવા કિસ્સામાં સાપને હાથથી પકડવાને બદલે તાત્કાલિક તબીબી મદદ લેવી વધુ સુરક્ષિત રહે છે. હાલ અશોકભાઈને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. સણિયા ગામની ઈન્ડસ્ટ્રીમાં બનેલી આ ઘટનાએ સર્પદંશ બાદ સમયસર સારવાર મેળવવાના મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું છે.

આ પણ વાંચો : Vadodara ગેસ લિમિટેડ કંપનીનો સપાટો, રૂ.43.84 લાખનું ગેસ બિલ બાકી હોવાથી VGLએ 81 જોડાણ કાપી દીધાં

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે