Dahod News: જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ, આપી આ સૂચનાઓ


district collector coordination meeting review
Dahod News: જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ, આપી આ સૂચનાઓ


district collector coordination meeting review
Dahod News: દાહોદ જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ તમામ વિભાગોને કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને પરસ્પર સંકલન જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
વિવિધ વિભાગોની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી
બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા, માર્ગ સલામતી, જિલ્લા બાળ મજૂરી કાર્યદળ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ પુરવઠા શાખા સહિતના વિવિધ વિભાગોની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગો દ્વારા અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા કાર્યો, અમલી યોજનાઓ અને આગામી સમયમાં કરવામાં આવનારી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ફરિયાદોનો શક્ય તેટલો વહેલો નિકાલ લાવવા જરૂરી સૂચનો આપ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દાહોદ જિલ્લાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન વિવિધ સ્થળોએ યોજાયેલા જાહેર સુનાવણી કાર્યક્રમોમાં નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદો અને પ્રશ્નોના ઉકેલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સુરભિ ગૌતમ દ્વારા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જનતાની ફરિયાદોનો શક્ય તેટલો વહેલો નિકાલ લાવવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
કલેક્ટરે તમામ વિભાગોને લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ રહી જવાબદારીપૂર્વક કામગીરી કરવા, વિકાસલક્ષી અને વહીવટી કાર્યોમાં ઝડપ લાવવા તેમજ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. વિભાગો વચ્ચે સંકલન જાળવીને સરકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવા પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પ્રતીક જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના વિવિધ વિભાગોના સંકલન અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




