Ranip Police Ganjo : અમદાવાદના રાણીપમાં 125 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, ₹6250નો મુદ્દામાલ જપ્ત કરાયો


Ranip Police Ganjo રાણીપ પોલીસે ગાંજા સાથે એકની કરી ધરપકડ
Ranip Police Ganjo : અમદાવાદના રાણીપમાં 125 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, ₹6250નો મુદ્દામાલ જપ્ત કરાયો


Ranip Police Ganjo રાણીપ પોલીસે ગાંજા સાથે એકની કરી ધરપકડ
Ranip Police Ganjo : આ દરમિયાન રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 125 ગ્રામ ગાંજો સહિત કુલ રૂ. 6,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર-1, નાયબ પોલીસ કમિશનર ઝોન-2 અને મદદનીશ પોલીસ કમિશનર 'એલ' ડિવિઝન દ્વારા NDPS સંબંધિત ગુનાઓ અટકાવવા, શોધી કાઢવા અને નશીલા પદાર્થોની હેરાફેરીને નાબૂદ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
એક આરોપી ફરાર છે આ કેસમાં
આ સૂચનાઓના આધારે રાણીપ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ત્રિવેદીને મળેલી ખાનગી બાતમીના આધારે તા. 20 નવેમ્બર, 2026ના રોજ રાણીપ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.
પોલીસે જલાલ જલીલ સૈયદ, ઉંમર 40 વર્ષ, રહે. મદ્રાસીના છાપરા, કેશવનગર, સુભાષબ્રિજ, રાણીપ, અમદાવાદ શહેર, પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી પાસેથી 125 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 6,250 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત બે ખાલી થેલીઓ પણ કબજે કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ રૂ. 6,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાણીપ પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો
આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11191002260452/2026 હેઠળ NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2)(A) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં મહેશ અંબાલાલ અધિકારી, રહે. મદ્રાસીના કાચા છાપરા, કેશવનગર, રાણીપ, અમદાવાદનું નામ પણ સામે આવ્યું છે. જોકે, તે હાલ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા તેની શોધખોળ અને ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રાણીપ પોલીસની આ કાર્યવાહી શહેરમાં નશીલા પદાર્થો સામે ચાલી રહેલા અભિયાનનો ભાગ છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.




