Get News Alerts

Never miss breaking news updates.

Dahodમાં ACBનો સપાટો! સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક રૂપિયા 40,000ની લાંચ લેતા ઝડપાયા

Dahod : દાહોદના દેવગઢબારીયામાં લાંચખોરી સામે ACBએ મોટી કાર્યવાહી કરી છે. દેવગઢબારીયા સ્થિત જે.એસ. ચૌહાણ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રહીમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણને રૂપિયા 40,000ની લાંચ સ્વીકારતા ACBના છટકામાં ઝડપ્યા.
Kunjan ShuklaUpdated on: 06 Oct 2026 02:38 PM IST
Dahodમાં ACBનો સપાટો! સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક રૂપિયા 40,000ની લાંચ લેતા ઝડપાયાDahodમાં ACBનો સપાટો! સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક રૂપિયા 40,000ની લાંચ લેતા ઝડપાયા

Dahod

Dahod : દાહોદના દેવગઢબારીયામાં લાંચખોરી સામે ACBએ મોટી કાર્યવાહી કરી છે. દેવગઢબારીયા સ્થિત જે.એસ. ચૌહાણ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રહીમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણને રૂપિયા 40,000ની લાંચ સ્વીકારતા ACBના છટકામાં ઝડપી પાડવામાં આવ્યા છે.

લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી

મળતી માહિતી મુજબ, આરોપી તબીબી અધિક્ષક દ્વારા સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરી દરમિયાન હેરાન નહીં કરવા બદલ લાંચની માગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ માટે 8 વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિ વિદ્યાર્થી ₹5,000 લેખે કુલ ₹40,000ની લાંચ માગવામાં આવી હતી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ ગાંધીનગર ACB દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 ઓક્ટોબર 2026ના રોજ હાથ ધરાયેલી ટ્રેપ કાર્યવાહીમાં સરકારી સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે આરોપી ડો. રહીમભાઈ મેમણ ₹40,000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. ACB દ્વારા લાંચની સંપૂર્ણ ₹40,000ની રકમ પણ રિકવર કરવામાં આવી છે.

સરકારી તંત્રમાં ચકચાર મચી

આ સમગ્ર ટ્રેપ કાર્યવાહી ગાંધીનગર ACB પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ. લાસનની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. કાર્યવાહી બાદ ACB દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સરકારી આરોગ્ય સંસ્થામાં ફરજ બજાવતા તબીબી અધિક્ષક સામે લાંચની માગણી અને સ્વીકારવાના આક્ષેપમાં થયેલી ACBની કાર્યવાહીને પગલે સરકારી તંત્રમાં ચકચાર મચી છે. આ ઘટનાએ સરકારી કર્મચારીઓ દ્વારા ફરજ સંબંધિત કામગીરી માટે લાંચ માગવામાં આવતી હોવાના મુદ્દાને ફરી ચર્ચામાં લાવ્યો છે. ACB દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Dahodમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ, ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ના વિરોધમાં કલેક્ટરને આવેદન

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.