Dahodમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ, ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ના વિરોધમાં કલેક્ટરને આવેદન



Dahod
Dahodમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ, ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ના વિરોધમાં કલેક્ટરને આવેદન



Dahod
Dahod: દાહોદમાં ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં વકીલ મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા વકીલ મંડળના સભ્યો દ્વારા દાહોદ કોર્ટ ખાતેથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ વકીલોએ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી વિધેયક સામે વિરોધ નોંધાવ્યો હતો.
બાર કાઉન્સિલના આદેશ બાદ હડતાલ
દાહોદ જિલ્લા વકીલ મંડળ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લાના વકીલો આ હડતાલમાં જોડાયા છે. વકીલ મંડળનું કહેવું છે કે, સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ સામે વકીલોમાં વિરોધ અને નારાજગી જોવા મળી રહી છે.
કોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી
હડતાલના ભાગરૂપે દાહોદ કોર્ટ પરિસરમાંથી વકીલો એકત્ર થયા હતા. ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. અહીં વકીલ મંડળના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ અને વિધેયક સામેનો વિરોધ રજૂ કર્યો હતો.
કોર્ટનું ન્યાયિક કામકાજ પ્રભાવિત
વકીલોની હડતાલને કારણે દાહોદ જિલ્લાની વિવિધ કોર્ટોમાં ન્યાયિક કામગીરી પ્રભાવિત થઈ છે. કોર્ટમાં કામકાજ માટે આવતા અસીલો અને પક્ષકારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી કોર્ટની કાર્યવાહી માટે આવતા લોકોને પરત ફરવાની અથવા આગામી તારીખની રાહ જોવાની સ્થિતિ સર્જાઈ છે.
વિધેયક પરત ખેંચવાની માંગ
વકીલ મંડળ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જ્યાં સુધી વિધેયક પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે. દાહોદ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ અજયસિંહ ચૌહાણે હડતાલ અને વકીલોની માંગ અંગે નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો : Bhujમાં મુસ્લિમ પરિવાર બનાવે છે અવનવી ડિઝાઇનના ગરબા, કોમી એકતાનો સંદેશ





