Get News Alerts

Never miss breaking news updates.

Dahod માં તરુણ ચુગે કાર્યકરો સાથે કર્યો સીધો સંવાદ, 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્શનમાં

Dahod જિલ્લાના પીપલોદ ખાતે ભાજપ દ્વારા 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Sep 2026 11:16 AM IST
Dahod માં તરુણ ચુગે કાર્યકરો સાથે કર્યો સીધો સંવાદ, 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્શનમાંDahod માં તરુણ ચુગે કાર્યકરો સાથે કર્યો સીધો સંવાદ, 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્શનમાં

Dahod BJP

Dahod : પીપલોદ સ્થિત ઘનશ્યામ રિસોર્ટ ખાતે ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દાહોદ જિલ્લાની વર્તમાન રાજકીય સ્થિતિ અને આગામી ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ્ ગાન સાથે કરવામાં આવી હતી. બેઠકમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, પ્રદેશ મંત્રી શંકર આમલિયાર તેમજ જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરીયા સહિત ભાજપના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

તરુણ ચુગે દાહોદમાં કાર્યકરો સાથે કરી ચર્ચા

આ બેઠકમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. પ્રદેશ પ્રભારી તરુણ ચુગે દાહોદ જિલ્લાની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે આગેવાનો અને કાર્યકરો પાસેથી માહિતી મેળવી હતી. બેઠક દરમિયાન કાર્યકરો સાથે સીધો સંવાદ પણ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે પક્ષની સ્થિતિ, સંગઠનની કામગીરી, લોકો સાથેનો સંપર્ક તેમજ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી.

ભાજપ દ્વારા વર્ષ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સંગઠનાત્મક અને રાજકીય તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું આ બેઠક પરથી સ્પષ્ટ થાય છે. પક્ષનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીમાં વધુ મજબૂત સંગઠન સાથે મેદાનમાં ઉતરવાનો અને ભવ્ય વિજય માટે જરૂરી રણનીતિ તૈયાર કરવાનો છે.

વર્ષ 2027 ના વિજય માટે વ્યૂહરચના પર ભાર

આ માટે ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરીને સ્થાનિક રાજકીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. દરેક જિલ્લામાં સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને જમીની રાજકીય વાસ્તવિકતા સમજવાનો પ્રયાસ કરવામાં આવશે.સ્થાનિક સ્તરે મળતી માહિતીના આધારે આગામી વિધાનસભા ચૂંટણી માટે વધુ અસરકારક અને મજબૂત રોડમેપ તૈયાર કરવામાં આવશે. દાહોદમાં યોજાયેલી બેઠકને પણ આ વ્યાપક સંગઠનાત્મક કવાયતના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે જોવામાં આવી રહી છે.બેઠકમાં કાર્યકરોને સંગઠનને વધુ સક્રિય બનાવવા, લોકો સુધી પહોંચ વધારવા અને સ્થાનિક મુદ્દાઓને સમજવા પર ભાર મૂકાયો હોવાનું સામે આવ્યું છે.

આગામી સમયમાં ભાજપના પ્રદેશ પ્રભારી દ્વારા અન્ય જિલ્લાઓમાં પણ બેઠકો અને પ્રવાસનું આયોજન કરવામાં આવશે. 2027ની ચૂંટણીને હજુ સમય હોવા છતાં ભાજપે અત્યારથી જ સંગઠન અને ચૂંટણીની જમીન તૈયાર કરવાની કવાયત શરૂ કરી છે. દાહોદથી શરૂ થયેલી આ ચર્ચા આગામી સમયમાં ગુજરાતના અન્ય જિલ્લાઓ સુધી પહોંચશે અને તેના આધારે ભાજપ પોતાની ચૂંટણી રણનીતિને વધુ ધાર આપશે.

આ પણ વાંચો : Dabhoi : કરનાળી કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, દર્શન માટે વહેલી સવારથી ભકતો લાઈનમાં ઉભા રહ્યાં

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.