બોડેલી BAPS મંદિરમાં ભાજપના નેતાઓએ કર્યા દર્શન, સૌના સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના


Tarun Chugh Bodeli BAPS Temple
બોડેલી BAPS મંદિરમાં ભાજપના નેતાઓએ કર્યા દર્શન, સૌના સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના


Tarun Chugh Bodeli BAPS Temple
Tarun Chugh Bodeli BAPS Temple: ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ છોટા ઉદેપુર જિલ્લાના પ્રવાસ દરમિયાન બોડેલી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા. બંને નેતાઓએ પ્રભુ શ્રી સ્વામિનારાયણના દર્શન કરી સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું.



આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ મુકેશભાઈ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપા અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, પ્રભારી હિંમતભાઈ પડશાળા સહિત ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપાના નેતાઓના આ મંદિર દર્શન દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા.




