Bhavnagar Somnath Highway Accident: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણને ગંભીર ઈજા


Bhavnagar Somnath Highway Car-Bike Accident
Bhavnagar Somnath Highway Accident: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણને ગંભીર ઈજા


Bhavnagar Somnath Highway Car-Bike Accident
Bhavnagar Somnath Highway Accident: ભાવનગર-સોમનાથ હાઈવે પર મહુવા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહુવામાં હનુમંત હોસ્પિટલ નજીક કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક પર સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર ત્રણેય લોકો રોડ પર ફંગોળાયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા.
બે ઈજાગ્રસ્તોને મહુવાની હનુમંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, મહુવામાં હનુમંત હોસ્પિટલ નજીક ભાવનગર-સોમનાથ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં ત્રણેય લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બોરડા ગામના રહેવાસી રાજુભાઈ ભાલીયાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને મહુવાની હનુમંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ટ્રાફિકજામ સર્જાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ, આ અકસ્માતને કારણે ભાવનગર-સોમનાથ હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હાલ ત્રણેય ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.
આ પણ વાંચો: Ahmedabad News: વિરમગામમાં SMCનો સપાટો, વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા




