Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar માં લઠ્ઠાકાંડ બાદ પણ ના સુધર્યા બુટલેગરો ! ફરી દારૂની મીની ફેક્ટરી ઝડપાઈ

Bhavnagar માં લઠ્ઠાકાંડ બાદ ફરી એક વખત ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાના યુનિટનો પર્દાફાશ થયો છે. શહેરના હાદાનગર રેલવે કોલોની વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટરમાંથી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ.
Vivek Shah
Vivek ShahUpdated on: 13 Sep 2026 10:23 AM IST
Bhavnagar માં લઠ્ઠાકાંડ બાદ પણ ના સુધર્યા બુટલેગરો ! ફરી દારૂની મીની ફેક્ટરી ઝડપાઈBhavnagar માં લઠ્ઠાકાંડ બાદ પણ ના સુધર્યા બુટલેગરો ! ફરી દારૂની મીની ફેક્ટરી ઝડપાઈ

Bhavnagar

Bhavnagar : લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે રેલવે કર્મચારી અક્ષયરાજસિંહના સરકારી ક્વાર્ટર પર રેડ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન ક્વાર્ટરમાંથી વિદેશી દારૂ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતું યુનિટ મળી આવ્યું હતું.

રેડ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં વિદેશી દારૂના ચપટા, એમ્પિરિયલ બ્લુની બોટલના સ્ટીકરો તેમજ બોટલોને સીલ પેક કરવા માટેના મશીનો મળી આવ્યા હતા. આ સામગ્રી મળી આવતા સરકારી ક્વાર્ટરમાંથી કથિત રીતે ડુપ્લીકેટ વિદેશી દારૂ તૈયાર કરીને તેને પેક કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સરકારી ક્વાર્ટરમાંથી દારૂ બનાવવાની ફેક્ટરી મળી

LCBની ટીમે સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ક્વાર્ટરમાં આ પ્રકારની પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી, તેમાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ અને તૈયાર કરવામાં આવેલા દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ કાર્યવાહી દરમિયાન રેલવે કર્મચારી સહિત કુલ ત્રણ શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેયની પૂછપરછ શરૂ કરી વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને પગલે દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં સરકારી ક્વાર્ટરમાંથી જ ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું યુનિટ ઝડપાવું ગંભીર બાબત બની છે.

પોલીસે 3 શખ્સની કરી ધરપકડ

હાલ LCB દ્વારા કબજે કરાયેલા મુદ્દામાલની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની પૂછપરછ બાદ આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને ડુપ્લીકેટ દારૂનું ઉત્પાદન તથા સપ્લાય ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે. સરકારી ક્વાર્ટરમાં ચાલતી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થતાં ભાવનગરમાં ફરી એક વખત દારૂના ગેરકાયદેસર કારોબારને લઈને ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો : BRICS 2026 : મોદી-જિનપિંગ મળ્યા, શું થઈ વાત? સરહદથી વેપાર સુધી 7 મોટા મુદ્દા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે