BRICS 2026 : મોદી-જિનપિંગ મળ્યા, શું થઈ વાત? સરહદથી વેપાર સુધી 7 મોટા મુદ્દા



BRICS 2026
BRICS 2026 : મોદી-જિનપિંગ મળ્યા, શું થઈ વાત? સરહદથી વેપાર સુધી 7 મોટા મુદ્દા



BRICS 2026
BRICS 2026 : આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. BRICS સમિટથી અલગ યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓએ ભારત-ચીન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
મુલાકાતમાં સૌથી મહત્વનો મુદ્દો સરહદ પર શાંતિ અને સ્થિરતા રહ્યો હતો. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા બંને દેશોના સંબંધોને આગળ વધારવા માટે અત્યંત જરૂરી છે. બંને પક્ષોએ સરહદ સંબંધિત હાલના કરારો અને પરસ્પર સહમતિનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો.
સરહદ, વેપાર અને વૈશ્વિક પડકારો
બંને નેતાઓએ સરહદ વિવાદનો યોગ્ય, નિષ્પક્ષ અને બંને દેશોને સ્વીકાર્ય ઉકેલ શોધવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. સાથે જ, બંને દેશોના લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધવાની વાત કરવામાં આવી હતી. મોદી અને જિનપિંગે એ વાત પર પણ ભાર મૂક્યો કે બંને દેશો વચ્ચેના મતભેદો વિવાદમાં પરિવર્તિત ન થવા જોઈએ.
સંબંધોને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ ભારત-ચીન સંબંધોના ત્રણ મહત્વપૂર્ણ સિદ્ધાંતો તરીકે પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિત પર ભાર મૂક્યો હતો.
મોદી-જિનપિંગ વચ્ચે શું થયું?
આ ઉપરાંત બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. સાંસ્કૃતિક આદાન-પ્રદાન, વેપાર અને લોકોની અવરજવરને વધુ સરળ બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. વેપાર અને સપ્લાય ચેન પણ બેઠકનો મહત્વનો મુદ્દો રહ્યો હતો. બંને દેશો વચ્ચેના વેપાર અસંતુલન અને સપ્લાય ચેન સંબંધિત ચિંતાઓ અંગે ચર્ચા કરીને એકબીજાની ચિંતાઓ દૂર કરવા તથા બજારમાં સરળ અને વિશ્વસનીય પહોંચ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
છેલ્લે, બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર સહકાર વધારવાની વાત કરી હતી. ભારતની BRICS અધ્યક્ષતા અને 2026ની BRICS સમિટને સફળ બનાવવા માટે ચીનના સહયોગની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ બેઠકને ભારત-ચીન સંબંધોમાં સંવાદ, સહકાર અને સ્થિરતા તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Bhavnagar માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





