Get News Alerts

Never miss breaking news updates.

કચ્છના અંજારમાં મંદિરની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલાયો, ‘ચડ્ડી-બનિયાન ગેંગ’ના 4 આરોપી ઝડપાયા

Anjar Temple Donation Box Theft: કચ્છના અંજાર તાલુકાના ખંભરા ગામે આવેલા મતીયાદેવ મંદિરની દાનપેટી ચોરીના કેસમાં અંજાર પોલીસને સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી कथિત ‘ચડ્ડી-બનિયાન...
R Gajjar
R GajjarUpdated on: 03 Oct 2026 03:58 PM IST
કચ્છના અંજારમાં મંદિરની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલાયો, ‘ચડ્ડી-બનિયાન ગેંગ’ના 4 આરોપી ઝડપાયાકચ્છના અંજારમાં મંદિરની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલાયો, ‘ચડ્ડી-બનિયાન ગેંગ’ના 4 આરોપી ઝડપાયા

Anjar Temple Donation Box Theft

Anjar Temple Donation Box Theft: કચ્છના અંજાર તાલુકાના ખંભરા ગામે આવેલા મતીયાદેવ મંદિરની દાનપેટી ચોરીના કેસમાં અંજાર પોલીસને સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી कथિત ‘ચડ્ડી-બનિયાન ગેંગ’ના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીઓએ મંદિરની દાનપેટી ચોરીમાં સંડોવણીની કબૂલાત કરી હતી.

મેઘપર કેનાલ પાસેથી ચાર આરોપી ઝડપાયા

મતીયાદેવ મંદિરની દાનપેટી ચોરીની ઘટનાની તપાસ દરમિયાન અંજાર પોલીસે ટેકનિકલ માહિતી અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. આ દરમિયાન મેઘપર કેનાલ પાસેથી ચાર શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશ અને દાહોદના આરોપીઓ

પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓ મધ્યપ્રદેશ અને દાહોદ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન ખંભરા ગામના મતીયાદેવ મંદિરમાં દાનપેટી ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

રૂ.24,960નો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.24,960નો મુદ્દામાલ કબજે કર્યો છે. અંજાર પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીથી મંદિરની દાનપેટી ચોરી સહિત કુલ બે ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. હાલ આ કેસમાં પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]