Ankleshwar : નશાકારક ગોળીઓના ગેરકાયદે વેપારનો પર્દાફાશ, 7 કિલોથી વધુ ગોળીઓ સાથે બે આરોપી ઝડપાયા


Ankleshwar
Ankleshwar : નશાકારક ગોળીઓના ગેરકાયદે વેપારનો પર્દાફાશ, 7 કિલોથી વધુ ગોળીઓ સાથે બે આરોપી ઝડપાયા


Ankleshwar
Ankleshwar : અંકલેશ્વર GIDC વિસ્તારમાં નશાકારક ગોળીઓના ગેરકાયદે વેપાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ SOG અને એન્ટી નાર્કોટિક્સ વિભાગની અલગ-અલગ ટીમોએ બે કેસમાં કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 7 કિલોથી વધુ નશાકારક ગોળીઓ જપ્ત કરી છે.
'કેશવ મુનક્કા' ગોળીઓ મળી આવી
પ્રથમ કાર્યવાહીમાં ભરૂચ SOGની ટીમે જીતાલી ગામના યોગી સ્ટેટમાંથી પ્રદીપ મહાવીર નિશાદ નામના આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી 5 કિલો 190 ગ્રામ ‘કેશવ મુનક્કા’ ગોળીઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. 2.64 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, એન્ટી નાર્કોટિક્સ વિભાગની ટીમે એક કરિયાણાની દુકાનમાં દરોડો પાડીને ગોપાલજી જીતેન્દ્ર શર્માની ધરપકડ કરી હતી. દુકાનમાંથી પોલીસને 2 કિલો 085 ગ્રામ નશાકારક ગોળીઓ મળી આવી હતી. આ જથ્થાની કિંમત આશરે રૂ. 1.24 લાખથી વધુ હોવાનું જણાવાયું છે.
શું કોઈ મોટું નેટવર્ક છે સક્રિય?
પોલીસના જણાવ્યા અનુસાર, બંને કેસમાં અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં FIR નોંધવામાં આવી છે. તપાસ દરમિયાન જપ્ત કરાયેલી ગોળીઓમાં ‘તરંગ વિજયાવતી’ અને ‘કેશવ મુનક્કા’નામની ગોળીઓનો સમાવેશ થાય છે. પોલીસ હવે આ નશાકારક ગોળીઓ ક્યાંથી લાવવામાં આવતી હતી, કોને સપ્લાય કરવામાં આવતી હતી અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. બંને આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલના આધારે સમગ્ર સપ્લાય ચેઈન અને ગેરકાયદે વેપારના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે.
આ પણ વાંચો : Porbandar : સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન





