Get News Alerts

Never miss breaking news updates.

Porbandar : સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

Porbandar : પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.
Kunjan ShuklaUpdated on: 08 Oct 2026 07:52 PM IST
Porbandar : સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શનPorbandar : સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

Porbandar

Porbandar : પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગુનો નોંધાયા બાદ મહારાષ્ટ્ર ફરાર થઈ ગયેલા આરોપી રમેશ ભીખા છેલાણાને પોરબંદર એલસીબીની ટીમે મુંબઈના વસઈ-વિરાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો

પોલીસના જણાવ્યા અનુસાર, ઓડદર ગામે સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી પોલીસથી બચવા મહારાષ્ટ્ર તરફ ભાગી ગયો હતો. આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોરબંદર એલસીબીની ટીમે મુંબઈના વસઈ-વિરાર વિસ્તારમાં આવેલી હોટલ સનશાઇન રેસિડેન્સી ખાતે કાર્યવાહી કરી આરોપી રમેશ છેલાણાને ઝડપી પાડ્યો હતો.

આરોપી વિરૂદ્ધ 16 ગંભીર ગુનાઓ નોંધાયેલા

ધરપકડ બાદ પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ પોરબંદર લાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે અગાઉ પણ ખૂન, ખૂનની કોશિશ, ખંડણી, પ્રોહિબિશન અને ગુજસીટોક સહિતના આશરે 16 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે અગાઉ ગુજસીટોકના એક કેસમાં ગેંગલીડર પણ રહી ચૂક્યો હોવાનું પોલીસનું કહેવું છે. આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા મેડિકલ અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને લોકો એકત્ર થયા

સાથે જ પોરબંદર પોલીસે આરોપીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને લોકો એકત્ર થયા હતા. લોકોએ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પોરબંદર પોલીસ અને એલસીબીની કામગીરીને સમર્થન આપ્યું હતું. પોલીસે લોકોને અપીલ કરી છે કે આરોપી વિરુદ્ધ કોઈ અન્ય ગુના અંગે માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે.

આ પણ વાંચો : Rajkot : ચીખલીયા ગામમાં રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસી આવ્યો, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.