Get News Alerts

Never miss breaking news updates.

Bharuch ના છડી મેઘરાજા ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ, વિસર્જન યાત્રામાં ઉમટયું માનવ મહેરામણ

Bharuch ની આગવી સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ સમાન છડી મેઘરાજા ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 07 Sep 2026 08:15 AM IST
Bharuch ના છડી મેઘરાજા ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ, વિસર્જન યાત્રામાં ઉમટયું માનવ મહેરામણBharuch ના છડી મેઘરાજા ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ, વિસર્જન યાત્રામાં ઉમટયું માનવ મહેરામણ

Bharuch Bids Farewell to Chhadi Meghraj

Bharuch : ચાર દિવસ સુધી ચાલેલા આ પરંપરાગત ઉત્સવમાં ભક્તિ, આસ્થા અને લોકસંસ્કૃતિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. ઉત્સવના અંતિમ દિવસે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી.

રવિવારે ભરૂચમાં ભોઇ અને ખારવા સમાજની છડીઓના મિલન સાથે મેઘરાજાની વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો. સોનેરી શણગારથી સજાવવામાં આવેલી મેઘરાજાની સવારી જ્યારે સોનેરી મહેલ ખાતે પહોંચી ત્યારે તેમના વધામણા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર માર્ગ પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

છડીઓના મિલન સાથે મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા

છડી મેઘરાજા ઉત્સવ સાથે જોડાયેલી પરંપરા મુજબ દિવાસાની આગલી રાત્રે ભોઇ સમાજના યુવાનો દ્વારા માટીમાંથી મેઘરાજાની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવેલી આ પ્રતિમાની પૂજા-અર્ચના બાદ અંતિમ દિવસે ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી.

મેઘરાજાના વિસર્જન સાથે જ ભરૂચમાં છેલ્લા ચાર દિવસથી ચાલતો ભાતીગળ મેળો પણ પૂર્ણ થયો હતો. મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભરૂચમાં ઉમટી પડ્યા હતા. શહેરના પોતીકા કહી શકાય એવા આ પર્વ અને ઉત્સવમાં લોકોની શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી નહોતી.

મેઘરાજાની વિદાય સાથે ભરૂચનો ભાતીગળ મેળો સંપન્ન

ચાર દિવસ દરમિયાન ભક્તો અને મુલાકાતીઓએ ઉત્સવનો આનંદ માણ્યો હતો. ધાર્મિક વિધિઓ ઉપરાંત લોકપરંપરા અને સાંસ્કૃતિક રંગોથી સમગ્ર ભરૂચ શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. મેઘરાજાની સવારી અને વિસર્જન યાત્રા દરમિયાન લોકોની મોટી હાજરીએ આ પરંપરાની લોકપ્રિયતા દર્શાવી હતી. ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી પણ મહત્વપૂર્ણ બની હતી.

આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. ભીડ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ રીતે ભરૂચની આગવી ઓળખ સમાન છડી મેઘરાજા ઉત્સવનું પરંપરાગત રીતે સમાપન થયું. મેઘરાજાની વિસર્જન યાત્રા સાથે ચાર દિવસીય મેળાને પણ વિરામ મળ્યો, પરંતુ આ ઉત્સવની ભક્તિ, લોકસંસ્કૃતિ અને પરંપરાની યાદો લોકોના મનમાં લાંબા સમય સુધી જીવંત રહેશે.

આ પણ વાંચો : US Miami Airport : મિયામી એરપોર્ટ પર અમેઝોનનું કાર્ગો પ્લેન ક્રેશ, અત્યાર સુધી 5 લોકોનાં મોતની પૃષ્ટી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.