Get News Alerts

Never miss breaking news updates.

US Miami Airport : મિયામી એરપોર્ટ પર અમેઝોનનું કાર્ગો પ્લેન ક્રેશ, અત્યાર સુધી 5 લોકોનાં મોતની પૃષ્ટી

US Miami Airport : મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે અમેઝોનના કાર્ગો પ્લેન સાથે થયેલી ગંભીર દુર્ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 07 Sep 2026 07:49 AM IST
US Miami Airport : મિયામી એરપોર્ટ પર અમેઝોનનું કાર્ગો પ્લેન ક્રેશ, અત્યાર સુધી 5 લોકોનાં મોતની પૃષ્ટીUS Miami Airport : મિયામી એરપોર્ટ પર અમેઝોનનું કાર્ગો પ્લેન ક્રેશ, અત્યાર સુધી 5 લોકોનાં મોતની પૃષ્ટી

US Miami Airport

US Miami Airport : રનવે પરથી આગળ નીકળી ગયેલું પ્લેન ગાડીઓ સાથે અથડાયા બાદ તેમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, આ કાર્ગો પ્લેન પ્યુર્ટો રિકોના સાન જુઆનથી મિયામી આવી રહ્યું હતું. બપોરના આશરે 2 વાગ્યાના સમયગાળા દરમિયાન પ્લેન રનવે પરથી આગળ નીકળી ગયું હતું. ત્યારબાદ પ્લેન ગાડીઓ સાથે અથડાયું અને આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગાડીઓ સાથે અથડાઈ આગની લપેટમાં આવ્યું પ્લેન

મિયામી-ડેડ કાઉન્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે. ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે અન્ય બે લોકોને ઓછી ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે શરૂઆતમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે મૃતકો પ્લેનમાં સવાર હતા કે પ્લેનની અડફેટે આવેલી ગાડીઓમાં હતા તે નક્કી કરવું હજુ વહેલું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ઘન કાળો ધુમાડો આકાશમાં ઊઠતો જોવા મળ્યો હતો.

રેસ્ક્યૂ ફાયર ચીફના જણાવ્યા પ્રમાણે પાયલટ અને કો-પાયલટ કોકપિટમાં ફસાઈ ગયા હતા. કેટલાક લોકો ગાડીઓમાં પણ ફસાયા હતા, જ્યારે એક વ્યક્તિ ગાડીની નીચે ફસાયેલો હોવાની માહિતી મળી હતી.

અમેઝોનના કાર્ગો પ્લેનનો જીવલેણ અકસ્માત

હાદસાને પગલે મિયામી એરપોર્ટ પર થોડા સમય માટે ફ્લાઇટ ઓપરેશનને પણ અસર થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ કલાકો સુધી ઘટનાસ્થળે કામગીરી ચાલુ રાખી હતી અને પ્લેનમાંથી થઈ રહેલા ઇંધણના લીકેજને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ફ્લાઇટનું સંચાલન નોર્થ કેરોલિના સ્થિત 21 Air દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ફ્લાઇટ-ટ્રેકિંગ માહિતી અનુસાર વિમાન આશરે 32 વર્ષ જૂનું Boeing 767 હતું, જેને અગાઉ પેસેન્જર પ્લેન તરીકે ઉપયોગમાં લેવાયું હતું અને બાદમાં તેને કાર્ગો પ્લેનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.

હાદસાની અસર એરપોર્ટની ફ્લાઇટ્સ પર પણ પડી હતી. રવિવારે બપોર બાદ લગભગ 250 ફ્લાઇટ્સ મોડી પડી હોવાનું જણાવાયું છે. અમેરિકાની National Transportation Safety Board (NTSB)એ અકસ્માતની તપાસ માટે ટીમ મોકલવાની જાહેરાત કરી છે. અમેઝોને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો અને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમજ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી છે.

આ પણ વાંચો : Arvalli : બનારસની ગંગા આરતી હવે મેઢાસણમાં, શ્રાવણમાં ભોળાનાથની ભક્તિમાં રંગાયું અરવલ્લી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.