Get News Alerts

Never miss breaking news updates.

Surat News : ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં 10માં માળે ભીષણ આગ લાગતા આખો ફ્લેટ બળીને ખાખ, ફાયર વિભાગે આગને લીધી કાબુમાં

Surat News : શહેરમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત રહેતા ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં મોડી રાત્રે આગની મોટી ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 08 Oct 2026 11:32 AM IST
Surat News : ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં 10માં માળે ભીષણ આગ લાગતા આખો ફ્લેટ બળીને ખાખ, ફાયર વિભાગે આગને લીધી કાબુમાંSurat News : ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં 10માં માળે ભીષણ આગ લાગતા આખો ફ્લેટ બળીને ખાખ, ફાયર વિભાગે આગને લીધી કાબુમાં

Surat Fire Flat

Surat News : રત્નવિરાટ એપાર્ટમેન્ટના 10મા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર એપાર્ટમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આખેઆખો ફ્લેટ આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં આવેલા રત્નવિરાટ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે 10મા માળે આગ લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો દેખાતા એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

આગ લાગવાનું કારણ અકબંધ

બનાવની જાણ થતાં વેસુ, ભીમરાડ અને મજુરા ફાયર સ્ટેશનની ટીમો સહિત કુલ 6 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ 10મા માળે લાગેલી હોવાથી ફાયર જવાનો માટે આગ પર કાબૂ મેળવવો પડકારજનક બન્યો હતો. ઊંચાઈને ધ્યાનમાં રાખીને વેસુ ફાયર સ્ટેશનથી TTL મશીન પણ ઘટનાસ્થળે મંગાવવામાં આવ્યું હતું. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

આગની તીવ્રતા અને ઊંચાઈને કારણે જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આશરે એક કલાકની સતત કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ વધુ ફેલાય નહીં તે માટે ફાયર ટીમ દ્વારા જરૂરી કૂલિંગ કામગીરી પણ કરવામાં આવી હતી. આગમાં ફ્લેટમાં રહેલો મોટાભાગનો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ચાર AC, સોફા, પંખા, ફર્નિચર, ટીવી, ફ્રિજ સહિતની અનેક વસ્તુઓ આગની ઝપેટમાં આવી હતી. જેના કારણે ફ્લેટમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ઘટનામાં કોઈ જાનહાની નહી

સદનસીબે આ આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગને નિયંત્રણમાં લેવામાં આવી અને આસપાસના ફ્લેટોમાં આગ ફેલાતી અટકાવવામાં આવી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગના કારણે થયેલા કુલ નુકસાનનો ચોક્કસ આંકડો પણ તપાસ બાદ સામે આવી શકે છે.

રત્નવિરાટ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ચકચાર મચી હતી. જોકે, ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી અને સમયસર આગ પર કાબૂ મેળવવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

આ પણ વાંચો : Ahmedabad News : ભાડજમાં ‘મિશન ફાઈવ મિલિયન વૃક્ષ’ હેઠળ 1.01 લાખ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક, પર્યાવરણ સંરક્ષણને નવી દિશા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે