Aravalli News: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાનો ભિલોડા પ્રવાસનો બીજો દિવસ, વિકાસકાર્યોની સમીક્ષા કરી

Aravalli News: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ભિલોડા પ્રવાસના બીજા દિવસે શાળાઓની મુલાકાત, વિકાસકાર્યોની સમીક્ષા અને જનસુનાવણી યોજી.
Kunjan Shukal
Kunjan Shukal
ભિલોડાની ચુનાખાણ પ્રાથમિક શાળાની મુલાકાત લીધીભિલોડાની ચુનાખાણ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી

ભિલોડાની ચુનાખાણ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી

Aravalli News: શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા 72 કલાકના વિધાનસભા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ભિલોડા વિધાનસભા વિસ્તારના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેમણે વિવિધ સ્થળોની મુલાકાત લઈને સામાજિક મહાનુભાવોને વંદન કર્યા હતા. સાથે જ શાળાઓની મુલાકાત, વિકાસકાર્યોની સમીક્ષા અને નાગરિકોની રજૂઆતો સાંભળીને વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

View post on Instagram

શહીદ વીર અર્જુનસિંહની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી

ભિલોડા ખાતે પ્રવાસની શરૂઆત મંત્રીએ ભગવાન બિરસામુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરી હતી. ત્યારબાદ તેમણે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી વંદન કર્યા હતા. આ ઉપરાંત શહીદ વીર અર્જુનસિંહની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

ત્યારબાદ શિક્ષણમંત્રી ભિલોડાની ચુનાખાણ પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. ચુનાખાણ આદર્શ શાળાની મુલાકાત દરમિયાન રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમનું સન્માન કર્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે તેમની સિદ્ધિઓને બિરદાવી હતી. પ્રવાસ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિકાસકાર્યો અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી.

માળખાકીય સુવિધાઓના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

જેમાં રસ્તા, પાણી, પ્રવાસન, ધાર્મિક સ્થળો અને અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે મંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત જનસુનાવણી અને જાહેર ફરિયાદ નિવારણ કેમ્પમાં નાગરિકોની રજૂઆતો સાંભળી હતી. લોકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રવાસના બીજા દિવસે મંત્રી સંગઠનના હોદ્દેદારો અને આમ નાગરિકો સાથે પણ સંવાદ કરશે. 72 કલાકના આ પ્રવાસ દરમિયાન ભિલોડા વિસ્તારના વિકાસકાર્યોને વેગ આપવા શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Surat News: ડિંડોલી કથિત રૂપિયા 19 લાખ તોડકાંડ કેસ, મીડિયાને નોટીસથી ધમકાવવા જવામાં સુરત શહેર ભાજપમાં કાચુ કપાયુ ?