Arvalli News : મેઘરજમાં નશામાં ટ્રકચાલકનો આતંક, બાઈક અને બોલેરોને મારી ટક્કર, ટ્રકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી


Arvalli News મેઘરજમાં ટ્રકના ચાલકે અકસ્માત કર્યો
Arvalli News : મેઘરજમાં નશામાં ટ્રકચાલકનો આતંક, બાઈક અને બોલેરોને મારી ટક્કર, ટ્રકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી


Arvalli News મેઘરજમાં ટ્રકના ચાલકે અકસ્માત કર્યો
Arvalli News : અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક ટ્રક લઈને ઘટનાસ્થળેથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક લોકોએ પીછો કરીને ટ્રકને ઝડપી પાડતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ટ્રકની તપાસ દરમિયાન દેશી દારૂની પોટલીઓ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મેઘરજના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રકચાલકે બેદરકારીપૂર્વક ટ્રક હંકારતાં રસ્તા પરથી પસાર થઈ રહેલી બાઈક અને બોલેરો ગાડીને ટક્કર મારી હતી.
અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક ઘટનાસ્થળે રોકાવાને બદલે ટ્રક લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, સ્થાનિક લોકોની નજર ટ્રક પર પડતાં લોકોએ તેનો પીછો શરૂ કર્યો હતો અને અંતે ટ્રકને રોકી ઝડપી પાડ્યો હતો.
ટ્રકની તપાસ કરતાં દેશી દારૂની પોટલીઓ મળી
સ્થાનિકોએ ટ્રકને રોક્યા બાદ તેની તપાસ કરતાં અંદરથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. આ દૃશ્ય સામે આવતાં સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકચાલક નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રકચાલકને ઝડપી લીધો હતો અને ટ્રકમાં મળી આવેલી દેશી દારૂની પોટલીઓ અંગે તપાસ શરૂ કરી હતી.
અકસ્માતમાં બાઈક અને બોલેરોને થયેલા નુકસાન સહિત સમગ્ર ઘટનાની વિગતો મેળવવામાં આવી રહી છે. ટ્રકમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ પણ મહત્ત્વપૂર્ણ બની છે.
પોલીસે વધુ તપાસ હાથધરી
મેઘરજના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે દારૂના ગેરકાયદે વેચાણ અને નશામાં વાહન ચલાવવાના જોખમ અંગે ફરી સવાલો ઊભા થયા છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ સ્થાનિકોની સતર્કતાને કારણે તેને પકડી પાડવામાં આવ્યો હતો.




