
Arvalli News : અરવલ્લી જિલ્લાના મેઘરજના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. એક ટ્રકચાલકે બાઈક અને બોલેરો ગાડીને ટક્કર મારતાં અફરાતફરી મચી ગઈ હતી.

Surat : સુરત જિલ્લામાં હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. માંડવી તાલુકામાં દૂધમોગરા મંદિર નજીક ટ્રક સાથે થયેલા અકસ્માતમાં બે યુવકોનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી

Jamnagar : જામનગરમાં જનતા ફાટક ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રકની અડફેટે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Anand Accident: આણંદમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.

Trishuliya Ghat Truck Accident: અંબાજી નજીક આવેલા ત્રિશુલિયા ઘાટમાં ફરી એકવાર ટ્રક અકસ્માતની ઘટના સામે આવી છે.

જામનગર જિલ્લાના કનસુમરા પાટિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.

જામનગર શહેરના અતિ વ્યસ્ત દિગ્જામ સર્કલ વિસ્તારમાં શુક્રવારે સિમેન્ટ ભરેલા ટ્રકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની બ્રેક ફેલ થતાં વાહન બેકાબૂ બની ગયું અને અકસ્માત સર્જાયો. ઘટનામાં ટ્રક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માધાપર ચોકડી બ્રિજ નીચે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં 29 વર્ષીય યુવક ઉદય વાઘેલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ પોલીસે ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.