Malpur Police Daru : સ્ટેટ મોનિટરિંગ સેલે અરવલ્લીમાં ₹6.17 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, કાર મૂકી બુટલેગરો થયા ફરાર


Malpur Police Daru અણીયોર–ઉભરાણ રોડ પરથી દારૂ ભરેલી XUV-300 જપ્ત
Malpur Police Daru : સ્ટેટ મોનિટરિંગ સેલે અરવલ્લીમાં ₹6.17 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, કાર મૂકી બુટલેગરો થયા ફરાર


Malpur Police Daru અણીયોર–ઉભરાણ રોડ પરથી દારૂ ભરેલી XUV-300 જપ્ત
Malpur Police Daru : અણીયોર–ઉભરાણ રોડ પર હાથીખાંટના મુવાડા ગામની સીમમાં દરોડા દરમિયાન વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે મહિન્દ્રા XUV-300 ગાડી ઝડપાઈ છે. આ કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરી કરતો ચાલક પોલીસને જોઈ ગાડી મૂકીને ખેતરોમાં ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, SMC ગાંધીનગરની ટીમે માલપુર તાલુકાના અણીયોર–ઉભરાણ રોડ નજીક હાથીખાંટના મુવાડા ગામની સીમમાં રેડ કરી હતી. રેડ દરમિયાન મહિન્દ્રા XUV-300 ગાડીમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 66 પેટીઓ તેમજ 2,900 નંગ દારૂના પાઉચ મળી આવ્યા હતા. પોલીસે દારૂનો મોટો જથ્થો કબજે કર્યો હતો.
ખેતરમાં કાર મૂકી આરોપી ફરાર
ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાની કિંમત રૂ.6.17 લાખ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી મહિન્દ્રા XUV-300 ગાડીની કિંમત અંદાજે રૂ.10 લાખ હોવાનું સામે આવ્યું છે. આમ, દારૂ અને વાહન સહિત કુલ રૂ.16.17 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે.
ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરીને ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. SMCની ટીમે ગાડી અને દારૂનો જથ્થો કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે 6 લોકો સામે ગુનો નોંધ્યો
પોલીસને જોઈ ગાડીનો ચાલક વાહન મૂકીને નજીકના ખેતરોમાં ભાગી ગયો હતો. ફરાર ચાલકને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સો સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના કાવતરાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.
દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા, દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓને લઈને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરહદી વિસ્તારો મારફતે દારૂની હેરાફેરીના પ્રયાસો સામે પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે. માલપુરમાં SMCની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરીના નેટવર્ક સામે વધુ તપાસ શરૂ થઈ છે.




