Modasa Civil Hospital Chori : મોડાસાની નવી સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાંથી રૂ. 8.46 લાખના ઇલેક્ટ્રિક સામાનની ચોરી


Modasa Civil Hospital Chori મોડાસાની નવી સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાં ચોરી
Modasa Civil Hospital Chori : મોડાસાની નવી સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાંથી રૂ. 8.46 લાખના ઇલેક્ટ્રિક સામાનની ચોરી


Modasa Civil Hospital Chori મોડાસાની નવી સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાં ચોરી
Modasa Civil Hospital Chori : હોસ્પિટલના બંધ ગોડાઉનને નિશાન બનાવી ચાર અજાણ્યા શખ્સોએ તાળું અને બારીઓ તોડી ચોરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મોડાસામાં નવી સિવિલ હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે.
હોસ્પિટલના બાંધકામ અને ઇલેક્ટ્રિક કામગીરી માટે જરૂરી સામાન ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. આ ગોડાઉન બંધ હોવા છતાં તસ્કરોએ તેને નિશાન બનાવ્યું હતું. ગોડાઉનનું તાળું અને બારીઓ તોડી અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરવામાં આવી હતી.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
ચોરી થયેલા સામાનમાં ગ્રેટ વાઇટ કંપનીના 145 વાયર બંડલ અને ચાર સ્ટ્રીટ લાઇટનો સમાવેશ થાય છે. ચોરી થયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 8,46,434 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ચોરીની ઘટનામાં હોસ્પિટલના CCTV કેમેરામાં ચાર શખ્સો કેદ થયા હોવાનું સામે આવ્યું છે. ફૂટેજ મુજબ રાત્રિના 3:10થી 3:38 દરમિયાન ચાર શખ્સો ગોડાઉન વિસ્તારમાં જોવા મળ્યા હતા. ફરિયાદમાં શખ્સોની ઉંમર આશરે 25થી 35 વર્ષ હોવાનું જણાવાયું છે.
નવી બની રહેલી સિવિલ હોસ્પિટલના બંધ ગોડાઉનમાંથી લાખોની કિંમતનો સામાન ચોરી થતાં હોસ્પિટલના બાંધકામ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. ગોડાઉનનું તાળું અને બારીઓ તોડીને ચોરી કરવામાં આવી હોવાના આક્ષેપને પગલે બનાવની ગંભીરતા વધી છે.
ઈલેકટ્રિક સામાનની ચોરી થઈ
આ બનાવ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં રૂ. 8,46,434ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજમાં દેખાતા ચાર શખ્સોની ઓળખ મેળવવા તેમજ ચોરી થયેલો સામાન શોધવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવી સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાં થયેલી આ ચોરીના બનાવમાં પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.




