Get News Alerts

Never miss breaking news updates.

Arvalli ના મલાસા નજીક કારની ટક્કરે છકડો પલટાયો, રોડ પર જતા 8 પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Arvalli જિલ્લામાં ઈડરથી ભિલોડા તરફ જતા સ્ટેટ હાઈવે પર મલાસા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 23 Sep 2026 09:12 AM IST
Arvalli ના મલાસા નજીક કારની ટક્કરે છકડો પલટાયો, રોડ પર જતા 8 પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્તArvalli ના મલાસા નજીક કારની ટક્કરે છકડો પલટાયો, રોડ પર જતા 8 પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Aravalli Accident

Arvalli : કાર અને છકડા રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં છકડામાં સવાર 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ઈજાગ્રસ્તોમાંથી ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, પદયાત્રીઓ અંબાજીથી પરત ફરી રહ્યા હતા અને છકડા રિક્ષામાં સવાર થઈ પોતાના વતન દાહોદ-લુણાવાડા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન મલાસા નજીક ઈડર-ભિલોડા સ્ટેટ હાઈવે પર એક કાર સાથે છકડા રિક્ષાની ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે છકડો રોડની સાઈડમાં આવેલા ખાડામાં પલટી મારી ગયો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

છકડો પલટી જતાં તેમાં સવાર પદયાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો પણ મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.

અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 8 પદયાત્રીઓને તાત્કાલિક સારવાર માટે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તબીબો દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રણ પદયાત્રીઓને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અકસ્માતમાં ઈજાઓની ચોક્કસ ગંભીરતા અંગે વધુ વિગતો તબીબી તપાસ બાદ સ્પષ્ટ થશે.

પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ

અકસ્માતની જાણ થતાં ઈડર અને ભિલોડા પોલીસની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. કાર અને છકડા રિક્ષા વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો અને કારચાલકની ભૂમિકા અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અંબાજી દર્શન અને યાત્રા પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરી રહેલા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બનતાં પરિવારજનોમાં પણ ચિંતા ફેલાઈ છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Jamnagar ITRA થી ધન્વંતરી મંદિર સુધી દોડ, જામનગરમાં ગુંજ્યો ‘સ્વસ્થ આવતીકાલ’નો સંદેશ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે