Get News Alerts

Never miss breaking news updates.

Amreli News : અમરેલીમાં સિંહ દર્શન માટે દાદાગીરી, ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરનાર 3 આરોપી ઝડપાયા

Amreli News : ચલાલા નજીક વનવિભાગ દ્વારા સિંહને છોડવાની કામગીરી દરમિયાન સિંહ દર્શન કરવાની માગણીને લઈને વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 08 Oct 2026 10:56 AM IST
Amreli News : અમરેલીમાં સિંહ દર્શન માટે દાદાગીરી, ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરનાર 3 આરોપી ઝડપાયાAmreli News : અમરેલીમાં સિંહ દર્શન માટે દાદાગીરી, ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરનાર 3 આરોપી ઝડપાયા

Forest Duty Disrupted Over Lion Darshan

Amreli News : ફરિયાદ મુજબ, ત્રણ ઈસમોએ વનવિભાગના ફોરેસ્ટર શિવરાજ ધાધલની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી અને સિંહ દર્શન કરવા દેવામાં ન આવતા તેમની સાથે ગાળાગાળી તથા હુમલો કર્યો હતો. ઘટનાને પગલે ચલાલા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વનવિભાગની ટીમ ચલાલા નજીક સિંહને છોડવાની કાયદેસરની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ફોરચ્યુનર કારમાં આવેલા ત્રણ ઈસમોએ ફોરેસ્ટર સમક્ષ સિંહ દર્શન કરવાની માંગણી કરી હતી. જોકે, વનવિભાગની કામગીરીમાં સામાન્ય લોકોને સિંહ દર્શન કરવાની મંજૂરી ન હોવાથી તેમને ના પાડવામાં આવી હતી.

આ બાબતે મામલો બિચક્યો હોવાનો આક્ષેપ છે

ફરિયાદ મુજબ, આરોપીઓએ ફોરેસ્ટ કર્મચારી સાથે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, ફોરેસ્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદ નોંધાઈ છે. સરકારી કર્મચારી પોતાની કાયદેસરની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમની સાથે બનેલી આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં અમરેલી જિલ્લાના ASP જયવીર ગઢવીએ મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ પોલીસ ટીમો બનાવી હતી.

ત્યારબાદ ચલાલા પોલીસે તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં ઝર ગામના રહેવાસી અસીમ ઉર્ફે સાબ લલીયા, તૌસીફ લલીયા અને વડોદરાના વેપારી સૌરભ ત્રિવેદીનો સમાવેશ થાય છે. પોલીસે સિંહ દર્શન કરવા માટે ઉપયોગમાં લેવાયેલી વૈભવી ફોરચ્યુનર કાર પણ કબજે લીધી છે.

ચલાલા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે

સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ, હુમલો અને ધમકીના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. વનવિભાગની કામગીરી દરમિયાન સિંહની સુરક્ષા અને સ્થળ પરની વ્યવસ્થા જાળવવી મહત્વપૂર્ણ હોય છે. આ દરમિયાન સિંહ દર્શનની માંગણીને લઈને થયેલી આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સિંહપ્રેમીઓમાં પણ ચલાલા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો : Ahmedabad Police News : એક Facebook Request પડી 24 લાખમાં, 63 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપમાં ફસાતા પોલીસે આરોપીની કરી ધરપકડ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે