Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad Police News : એક Facebook Request પડી 24 લાખમાં, 63 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપમાં ફસાતા પોલીસે આરોપીની કરી ધરપકડ

Ahmedabad Police News : સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિની એક Facebook Request સ્વીકારવી કેટલી મોંઘી પડી શકે તેનો ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 08 Oct 2026 10:09 AM IST
Ahmedabad Police News : એક Facebook Request પડી 24 લાખમાં, 63 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપમાં ફસાતા પોલીસે આરોપીની કરી ધરપકડAhmedabad Police News : એક Facebook Request પડી 24 લાખમાં, 63 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપમાં ફસાતા પોલીસે આરોપીની કરી ધરપકડ

Honey Trapped Accuzed

Ahmedabad Police News : Facebook પરથી શરૂ થયેલી ઓળખ બાદ 63 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારીને કથિત હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી તબક્કાવાર ₹24 લાખ પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

નિવૃત્ત બેંક કર્મચારીની Facebook મારફતે એક વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ વાતચીત આગળ વધતાં સમગ્ર મામલો કથિત રીતે હનીટ્રેપના જાળમાં ફેરવાયો હતો. ફરિયાદીનો આરોપ છે કે તેને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને આ ધમકીના આધારે અલગ-અલગ તબક્કામાં તેની પાસેથી મોટી રકમ લેવામાં આવી હતી.

આરોપીએ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા

આ રીતે કુલ ₹24 લાખની રકમ પડાવ્યા બાદ પણ કથિત રીતે આરોપીઓનો ખેલ અટક્યો નહોતો. ફરીથી ફરિયાદી પાસે વધુ ₹7 લાખની માંગણી કરવામાં આવતા આખરે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળ્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. એલસીબી ઝોન-7ની ટીમે કાર્યવાહી કરીને અલ્પેશ સોલંકી નામના એક આરોપીને ₹1 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર કથિત હનીટ્રેપ પાછળ અન્ય લોકોની ભૂમિકા છે કે નહીં, સોશિયલ મીડિયા પર ફરિયાદી સાથે સંપર્ક કરનાર વ્યક્તિ કોણ હતી અને અત્યાર સુધીની રકમ કયા માધ્યમથી લેવામાં આવી હતી તે અંગે તપાસ ચાલી રહી છે. આ કેસમાં બે આરોપીઓ હજુ પોલીસની શોધમાં હોવાનું જાણવા મળ્યું છે. ફરાર આરોપીઓની શોધખોળ સાથે પોલીસ સમગ્ર કથિત નેટવર્કની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસે બાતમીથી આરોપીને ઝડપ્યો

આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની મિત્રતા અને વાતચીત દરમિયાન સાવચેતી રાખવાની જરૂરિયાત પર સવાલ ઊભા કર્યા છે. ખાસ કરીને વ્યક્તિગત માહિતી, ફોટા અથવા અન્ય સંવેદનશીલ વિગતો અજાણ્યા લોકો સાથે શેર કરવાથી ભવિષ્યમાં તેનો દુરુપયોગ થઈ શકે છે. હવે પોલીસ તપાસમાં મુખ્ય સવાલ એ છે કે Facebook પરની ઓળખ પાછળનો અસલી ચહેરો કોણ હતો? આ કથિત હનીટ્રેપનું નેટવર્ક કેટલું મોટું છે અને ₹24 લાખની વસૂલાત સુધી પહોંચેલા આ સમગ્ર ખેલમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે, તે તપાસ બાદ સામે આવી શકે છે. હાલ પોલીસે એક આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો : Mega Demolition Drive News in Morbi : મોરબીમાં મનપાનું મેગા ડિમોલિશન, સાવરની પાળમાં 180 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે