Amreli Accident: અમરેલી–સાવરકુંડલા બાયપાસ પર ગંભીર અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ 3 યુવક ઈજાગ્રસ્ત

Amreli Accident: જેસર રોડથી એસએમજી સ્કૂલ તરફ જઈ રહેલી ફોર વ્હીલર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર અકસ્માતનો ભોગ બની હતી.
Kunjan Shukal
Kunjan Shukal
Amreli savarkundla car truck accidentAmreli savarkundla car truck accident

Amreli savarkundla car truck accident

Amreli Accident: અમરેલી–સાવરકુંડલા બાયપાસ રોડ પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેસર રોડથી એસએમજી સ્કૂલ તરફ જઈ રહેલી ફોર વ્હીલર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર અકસ્માતનો ભોગ બની હતી. હોટેલ નજીક ઊભેલા ટ્રકના આગળના ભાગ સાથે સામેથી આવતી કાર ધડાકાભેર અથડાઈ હતી.

ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. કારમાં સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને પ્રાથમિક સારવાર માટે સૌપ્રથમ સાવરકુંડલા લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતને પગલે બાયપાસ માર્ગ પર વાહનચાલકોમાં પણ ચકચાર મચી

અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. વાહનને ટ્રક સાથે અથડાવાના કારણે અકસ્માત સ્થળે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા ટાઉન પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. કારચાલકે કયા કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, વાહનની ગતિ કેટલી હતી અને અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે કેમ તે સહિતની બાબતો અંગે પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માતને પગલે બાયપાસ માર્ગ પર વાહનચાલકોમાં પણ ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો: Kutch Rann Utsav 2026: કચ્છ રણોત્સવની તૈયારીઓને વેગ, પ્રવાસીઓની સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષા પર વિશેષ ભાર