Amreli News: સાંસદ ભરત સુતરીયાનો અનોખો અંદાજ, બાળકને ગાડીમાં બેસાડી ઓફિસ લઈ ગયા, શાયરી સંભળાવી જીત્યું દિલ

Amreli News: અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ રસ્તા પર મળેલા બાળકને ગાડીમાં બેસાડી ઓફિસ લઈ જઈ ચા-પાણી પીવડાવ્યાં અને શાયરી સંભળાવી દિલ જીત્યું.
Kunjan Shukal
Kunjan Shukal
સાંસદ ભરત સુતરીયાનો અનોખો અંદાજસાંસદ ભરત સુતરીયાનો અનોખો અંદાજ

સાંસદ ભરત સુતરીયાનો અનોખો અંદાજ

Amreli News: રાજકારણની વ્યસ્તતા વચ્ચે પણ સાદગી, સંવેદના અને માણસાઈ જાળવી રાખતા અમરેલીના સાંસદ ભરત સુતરીયાનો એક અનોખો અંદાજ સામે આવ્યો છે. રસ્તા પર અચાનક મળેલા એક નાનકડા મિત્ર પ્રત્યે તેમણે દર્શાવેલી આત્મીયતા હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. સાંસદનો આ હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે.

બાળકને જોતાં જ સાંસદે પોતાની ગાડી રોકાવી

મળતી માહિતી અનુસાર, સાંસદ ભરત સુતરીયા અમરેલીના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર રસ્તા પર ઊભેલા એક નાનકડા પરિચિત બાળક પર પડી હતી. બાળકને જોતાં જ તેમણે પોતાની ગાડી રોકાવી હતી. ત્યારબાદ ગાડીનો કાચ નીચે ઉતારી બાળકના ખબરઅંતર પૂછ્યા હતા અને પ્રેમથી તેને પોતાની ગાડીમાં બેસાડીને કાર્યાલય ખાતે લઈ ગયા હતા.

કાર્યાલયમાં પણ સાંસદે બાળક સાથે ખૂબ જ આત્મીયતાથી સમય પસાર કર્યો હતો. તેમણે બાળકને પોતાની સામે ખુરશી પર બેસાડી ચા-પાણી પીવડાવ્યા હતા. આ દરમિયાન દિવાળીની ઉજવણી અને નવા કપડાં સહિતની બાબતો અંગે તેની સાથે હળવી વાતચીત કરી હતી. ખાસ વાત એ રહી કે બાળકના શર્ટના બટન ખુલ્લાં જોઈને સાંસદે પોતે જ તેના બટન બંધ કરી આપ્યા હતા. આ નાનકડા પ્રસંગે તેમની પિતાતુલ્ય લાગણી અને બાળક પ્રત્યેનો સ્નેહ જોવા મળ્યો હતો.

સાંસદે શાયરાના અંદાજમાં બાળકને સુંદર શાયરી સંભળાવી

આ મુલાકાતની સૌથી ખાસ ક્ષણ ત્યારે આવી જ્યારે સાંસદ ભરત સુતરીયાએ પોતાના શાયરાના અંદાજમાં બાળકને સુંદર શાયરી સંભળાવી હતી. તેમણે કહ્યું, "આઝમાઈશ કે બાઝાર મેં ખડા રહા બીચોબીચ, સબને લગા દી બોલી, મેરા ગુરૂર થા તૂ બાકી હૈ." સાંસદની શાયરી સાંભળીને બાળકના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. એક જનપ્રતિનિધિની વ્યસ્ત જવાબદારીઓ વચ્ચે બાળક માટે સમય ફાળવીને તેમણે સાદગી અને આત્મીયતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો: Hafeshwar Harsh Sanghavi : હાફેશ્વરમાં 100થી વધુ હોમ સ્ટે બનાવાશે, હર્ષ સંઘવીએ યુવાનો સાથે સંવાદ કરી ટીમલીના તાલે ઝૂમ્યા