Amreli News : અમરેલીમાં રેસ્ક્યું કરવા ગયેલા બે વનકર્મી પર સિંહે કર્યો હુમલો, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા



Lion Attack
Amreli News : અમરેલીમાં રેસ્ક્યું કરવા ગયેલા બે વનકર્મી પર સિંહે કર્યો હુમલો, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા



Lion Attack
Amreli News : અચાનક થયેલા હુમલાથી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, નવી બારપટોળી ગામની સીમ વિસ્તારમાં એક બીમાર સિંહ હોવાની માહિતી વન વિભાગને મળી હતી. માહિતીના આધારે વન વિભાગની ટીમ સિંહનું રેસ્ક્યુ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સિંહણે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અચાનક સિંહણે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે બે વનકર્મીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે રેસ્ક્યુ ઓપરેશનમાં રહેલા અન્ય કર્મચારીઓમાં પણ દોડધામ મચી હતી.
ઈજાગ્રસ્ત થયેલા બંને વનકર્મીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વનકર્મીને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક વનકર્મીને વધુ સારવારની જરૂરિયાત જણાતા ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીમાર સિંહના રેસ્ક્યુ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે વન વિભાગની ટીમ દ્વારા સાવચેતીપૂર્વક આગળની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સિંહને રેસ્ક્યુ કરવાની કામગીરી દરમિયાન વનકર્મીઓ પર હુમલો થતાં ઘટનાની ગંભીરતા વધી છે.
બે વનકર્મી ગંભીર રીતે ઘાયલ
નવી બારપટોળી ગામની સીમમાં બનેલી આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સિંહનું સ્વાસ્થ્ય ખરાબ હોવાની માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમ તેને સારવાર અને સુરક્ષિત સ્થળાંતર માટે રેસ્ક્યુ કરવા પહોંચી હતી. જોકે, રેસ્ક્યુ દરમિયાન જ સિંહણે હુમલો કરતાં બે કર્મચારીઓને ઈજા પહોંચી હતી. હાલ બંને ઈજાગ્રસ્ત વનકર્મીઓની સારવાર ચાલી રહી છે.
એક કર્મચારીની રાજુલામાં સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય કર્મચારીને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વધુ વિગતો અને સિંહની હાલની સ્થિતિ અંગેની માહિતી તપાસ અને રેસ્ક્યુ કામગીરી આગળ વધ્યા બાદ સ્પષ્ટ થશે. આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવોના રેસ્ક્યુ દરમિયાન રહેલા જોખમને ઉજાગર કર્યું છે. સિંહ જેવા વન્યજીવનું રેસ્ક્યુ કરતી વખતે વન વિભાગની ટીમ માટે અત્યંત સાવચેતી અને સુરક્ષા વ્યવસ્થા જરૂરી બને છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





