Get News Alerts

Never miss breaking news updates.

Amreli ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

Amreli ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના નીંગાળા ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા એક બાઈક સવારનું ઘટનાસ્થળે મોત.
Vivek Shah
Vivek ShahUpdated on: 12 Sep 2026 07:44 AM IST
Amreli ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોતAmreli ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

amreli accident

Amreli : આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રાજુલા તાલુકાના નીંગાળા ગામ નજીકથી બાઈક પસાર થઈ રહ્યું હતું.

આ દરમિયાન બાઈક અને ટ્રક વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રાજુલા નજીક અકસ્માતનો કહેર

અકસ્મતમાં અન્ય એક બાઈક સવારને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. અકસ્મeાતની જાણ થતાં પીપાવાવ મરીન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને બાઈક તથા ટ્રકની ટક્કર કેવી રીતે થઈ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નેશનલ હાઈવે પર અકસ્માતે લીધો જીવ

અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી ટ્રાફિકને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં મૃતકની ઓળખ સહિતની વિગતો મેળવવા માટે પણ પોલીસ તપાસ કરી રહી છે.

સાથે જ અકસ્માતમાં સામેલ ટ્રક અને બાઈક અંગેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. અકસ્માતના ચોક્કસ કારણ અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવી શકે છે. અમરેલી-ભાવનગર-સોમનાથ હાઈવે પર સતત ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. હાલ આ સમગ્ર અકસ્માત મામલે પીપાવાવ મરીન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Bhavnagar માં નકલી દારૂ બન્યો મોતનું કારણ! મિત્રએ જ મિત્રને ઝેરી Royal Stag દારૂ પીવડાવી હત્યા કરી હોવાનો થયો ખુલાસો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે