Bhavnagar માં નકલી દારૂ બન્યો મોતનું કારણ! મિત્રએ જ મિત્રને ઝેરી Royal Stag દારૂ પીવડાવી હત્યા કરી હોવાનો થયો ખુલાસો



BHAVNAGAR LIQUOR CASE
Bhavnagar માં નકલી દારૂ બન્યો મોતનું કારણ! મિત્રએ જ મિત્રને ઝેરી Royal Stag દારૂ પીવડાવી હત્યા કરી હોવાનો થયો ખુલાસો



BHAVNAGAR LIQUOR CASE
Bhavnagar : શરૂઆતમાં આ મોતને લઈને અનેક સવાલો ઉભા થયા હતા, પરંતુ હવે પોલીસ તપાસમાં સમગ્ર મામલો હત્યા તરફ વળ્યો છે. મૃતક ભાવેશ વિસાણીના મિત્ર મુકેશ પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ અને તપાસ મુજબ, ધંધાકીય મનદુઃખના કારણે મુકેશ પટેલે ભાવેશને ડુપ્લિકેટ Royal Stag દારૂની બોટલ આપી હોવાનો આરોપ છે. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મુકેશને દારૂ ઝેરી હોવાની જાણકારી હોવા છતાં તેણે ભાવેશને આ બોટલ આપી હતી.
ઝેરી દારૂથી મોતનો ભેદ ઉકેલાયો
FIRમાં જણાવ્યા મુજબ, 3 સપ્ટેમ્બરના રોજ આનંદનગર બસ સ્ટેન્ડ પાસે ભાવેશ અને અન્ય લોકો દ્વારા દારૂ પીવામાં આવ્યો હતો. ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ ભાવેશની તબિયત અચાનક લથડી હતી. ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ કેસમાં સૌથી મહત્વની કડી FSL રિપોર્ટ બની છે. મૃતકના બ્લડ સેમ્પલમાં 0.0818 ટકા મિથેનોઈલ મળી આવ્યું હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે. મિથેનોઈલ ઝેરી રસાયણ હોવાથી તેના સેવનથી ગંભીર ઝેરી અસર થઈ શકે છે. આ રિપોર્ટ બાદ પોલીસે દારૂની બોટલ અને તેના સ્ત્રોત અંગે તપાસ વધુ તેજ કરી છે.
ભાવેશ વિસાણી કેસમાં ચોંકાવનારી કડી
પોલીસ તપાસમાં CCTV ફૂટેજ અને કોલ રેકોર્ડિંગ પણ મહત્વની કડી બની રહ્યા છે. ઘટનાના સમયગાળા દરમિયાન આરોપીઓની હિલચાલ અને તેમની વચ્ચે થયેલી વાતચીત અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, મુકેશ પટેલે દારૂની બોટલ નષ્ટ કરી દીધી હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે. સમગ્ર ઘટનામાં મુકેશ પટેલ ઉપરાંત સંજય નામના શખ્સ સામે પણ BNS સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હાલ પોલીસ સમગ્ર કેસમાં પુરાવા એકત્ર કરી રહી છે. નકલી દારૂ ક્યાંથી આવ્યો, બોટલ કોણે તૈયાર કરી અને ભાવેશને તે કેવી રીતે આપવામાં આવ્યો, તે સહિતના સવાલોના જવાબ મેળવવા તપાસ ચાલી રહી છે. FSL રિપોર્ટ, CCTV અને કોલ રેકોર્ડિંગના આધારે પોલીસ હવે કેસની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




