Amreli ST Bus Accident : અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતા મચી દોડધામ


Amreli ST Bus Accident અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના
Amreli ST Bus Accident : અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતા મચી દોડધામ


Amreli ST Bus Accident અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના
Amreli ST Bus Accident : આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોમાં દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા તેમજ તેમની સારવાર શરૂ કરાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ચાર વ્યક્તિઓનાં મોત થતાં મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.
એસટી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ
આ ગમખ્વાર અકસ્માતના સમાચાર મળતાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તેમણે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચીને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. અકસ્માની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અતુલભાઈ કાનાણીએ હોસ્પિટલના તબીબો અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠક દરમિયાન ઈજાગ્રસ્તોને તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સારવારમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે અને દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય તબીબી વ્યવસ્થા કરવામાં આવે તે અંગે તેમણે ભાર મૂક્યો હતો.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
આ ઉપરાંત, અકસ્માતમાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો પ્રત્યે તેમણે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. દુઃખની આ ઘડીમાં મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી અને તેમની સાથે ઊભા રહેવાની ખાતરી આપી હતી. સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકરો અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા.
ઈજાગ્રસ્તોની સારવાર અને જરૂરી સહાયની કામગીરીમાં તેમણે સહયોગ આપ્યો હતો. અમરેલી-સાવરકુંડલા હાઈવે પર બનેલી આ દુર્ઘટનાએ માર્ગ સલામતી અને અકસ્માતો અટકાવવા અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. અકસ્માતના કારણો અને ઘટનાની અન્ય વિગતો અંગે વધુ માહિતી સામે આવવાની રાહ જોવાઈ રહી છે.




