Amreli Car Accident: અમરેલીના લીલીયા-અમરેલી માર્ગ પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણને ઈજા

Amreli Car Accident: લીલીયા-અમરેલી માર્ગ પર નવી ગૌશાળા નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા થઈ. અકસ્માત સર્જનાર કાર ચાલક ફરાર થયો.
Kunjan Shukal
Kunjan Shukal
મોડી રાત્રે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માતમોડી રાત્રે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત

મોડી રાત્રે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત

Amreli Car Accident: અમરેલી જિલ્લામાં લીલીયા-અમરેલી માર્ગ પર મોડી રાત્રે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. લીલીયા-અમરેલી રોડ પર નવી ગૌશાળા નજીક સરોવર પાસે બે ફોરવ્હીલ કાર સામસામે અથડાતાં અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે લીલીયા-અમરેલી માર્ગ પરથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે નવી ગૌશાળા નજીક સરોવર પાસે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારને નુકસાન પહોંચ્યું હતું અને તેમાં સવાર ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીલીયા ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્રણેયની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતમાં ઈજા પામેલા તમામ લોકો લીલીયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ભાગી જતાં અનેક સવાલો

બીજી તરફ, અકસ્માત સર્જાયા બાદ સામેની કારનો ચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ભાગી જતાં અનેક સવાલો ઊભા થયા છે. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક દ્વારા ઘાયલોની મદદ કરવાને બદલે સ્થળ પરથી ફરાર થવાની ઘટનાને લઈને પણ ચર્ચા થઈ રહી છે.

આ મામલે લીલીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને ફરાર કાર ચાલક કોણ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ અકસ્માતે માર્ગ સલામતી અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: Junagadh News: જૂનાગઢમાં દારૂની રેડમાં બેદરકારી બદલ ASI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ