Chhota Udepur Harsh Sanghavi : છોટાઉદેપુરના વિકાસ માટે હર્ષ સંઘવીની મોટી જાહેરાતો, રૂ.330 કરોડના રસ્તાથી 100 હોમસ્ટે સુધીની યોજનાને મળશે વેગ

Chhota Udepur Harsh Sanghavi : આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાના વિકાસને નવી ગતિ આપવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
Vivek Shah
Vivek Shah
Chhota Udepur Harsh Sanghavi છોટાઉદેપુરના વિકાસ માટે હર્ષ સંઘવીની જાહેરાતChhota Udepur Harsh Sanghavi છોટાઉદેપુરના વિકાસ માટે હર્ષ સંઘવીની જાહેરાત

Chhota Udepur Harsh Sanghavi છોટાઉદેપુરના વિકાસ માટે હર્ષ સંઘવીની જાહેરાત

Chhota Udepur Harsh Sanghavi : હર્ષ સંઘવીની 72 કલાકની મુલાકાત દરમિયાન યોજાયેલા લોક દરબારમાં લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી, જેમાં 41 પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રસ્તા, રમતગમત, પ્રવાસન અને પરિવહન ક્ષેત્રે અનેક નવી સુવિધાઓ ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં રસ્તાઓના વિકાસ માટે રૂ.330 કરોડના કામો હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સ્થાનિક મુસાફરોની સુવિધા માટે છોટાઉદેપુરથી વાઘોડિયા નવી બસ સેવા શરૂ કરવાની તથા દાહોદથી કવાંટ સુધી બસ સેવા લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

રૂ.330 કરોડના રસ્તાઓ બનાવવાની જાહેરાત

જિલ્લાના યુવાનોને નવી તકો મળે અને રમતગમત ક્ષેત્રે પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તે માટે પેરાગ્લાઇડિંગ તાલીમ કેન્દ્ર શરૂ કરવાની યોજના જાહેર કરવામાં આવી છે. ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો એથ્લેટિક્સ ટ્રેક બનાવવામાં આવશે. સાથે જ તીરંદાજી માટે પણ નવી સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે.

છોટાઉદેપુરના પ્રવાસન ક્ષેત્રને વધુ વિકસાવવા માટે આશરે 100 હોમસ્ટે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલથી પ્રવાસીઓને સ્થાનિક જીવનશૈલી અને સંસ્કૃતિનો અનુભવ કરવાની તક મળશે તેમજ સ્થાનિક પરિવારો માટે રોજગારી અને આવકની નવી તકો ઊભી થઈ શકે છે. આ ઉપરાંત ગરનો મેળો વધુ ભવ્ય બનાવવા માટે પણ આયોજન કરવામાં આવશે.

વૃદ્ધ સહાય અને DLCની કામગીરી ઝડપી કરવા સૂચના

લોક દરબાર દરમિયાન વૃદ્ધ સહાયના પ્રશ્નો અને DLC સંબંધિત કામગીરી અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ સંબંધિત અધિકારીઓને વૃદ્ધોને સમયસર સહાય મળે અને DLCની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તેઓ સરકારની વાહવાહી કરવા નહીં, પરંતુ લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા આવ્યા છે. તેમણે છોટાઉદેપુરમાં વિતાવેલા 72 કલાકને પોતાના જીવનની યાદગાર પળો ગણાવ્યાં હતાં.

આમ, રસ્તા, શિક્ષણ, રમતગમત, પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે કરવામાં આવેલી જાહેરાતોથી છોટાઉદેપુરના વિકાસ માટે નવી યોજનાઓનો માર્ગ ખુલ્યો છે. હવે આ જાહેરાતોનો અમલ ક્યારે શરૂ થાય છે તેના પર સ્થાનિક લોકોની નજર રહેશે.

આ પણ વાંચો : Gujarat FDCA Raids : અમદાવાદના નાંદેજમાં FDCAના દરોડા, મેડિકલ ડિવાઇસ બનાવતી કંપની તપાસના ઘેરામાં