Surat News: વરાછામાં નબીરાઓની સ્ટંટબાજી, ટ્રિપલ સવારીમાં ઊંધા બેસી બનાવી રીલ્સ!


ટ્રિપલ સવારીમાં ઊંધા બેસીને સ્ટંટ કર્યા
Surat News: વરાછામાં નબીરાઓની સ્ટંટબાજી, ટ્રિપલ સવારીમાં ઊંધા બેસી બનાવી રીલ્સ!


ટ્રિપલ સવારીમાં ઊંધા બેસીને સ્ટંટ કર્યા
Surat News: સુરતના વરાછા વિસ્તારમાં જાહેર માર્ગ પર કેટલાક નબીરાઓની જોખમી સ્ટંટબાજીનો મામલો સામે આવ્યો છે. ટ્રાફિકના નિયમોની ખુલ્લેઆમ ઐસીતૈસી કરતા આ યુવકો ટ્રિપલ સવારીમાં બાઇક પર ઊંધા બેસીને સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, ચાલુ વાહને રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.
આ પ્રકારની સ્ટંટબાજી કરવી કેટલી યોગ્ય?
જાહેર માર્ગ પર આ પ્રકારની સ્ટંટબાજી કરવી કેટલી યોગ્ય છે તેવો સવાલ હવે ઊભો થઈ રહ્યો છે. રસ્તા પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર વચ્ચે આ રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવવું ગંભીર અકસ્માતને આમંત્રણ આપવા સમાન છે. જો આ સ્ટંટ દરમિયાન કોઈ અકસ્માત સર્જાય અને નિર્દોષ નાગરિકને ઈજા પહોંચે કે તેનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે?
પોલીસ દ્વારા વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અપીલ
એક તરફ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે, તો બીજી તરફ કેટલાક યુવકો જાણે પોલીસના કાયદા અને કાર્યવાહીથી બેખોફ હોય તેમ વર્તન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની લાલચમાં યુવાનો પોતાની સાથે અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યા છે.
શું સુરત પોલીસ નબીરાઓને ઝડપી ટ્રાફિકના નિયમોનું ભાન કરાવશે?
આ ઘટનાને પગલે સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરતા આ યુવકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું. શું સુરત પોલીસ આવા નબીરાઓને ઝડપી પાડી ટ્રાફિકના નિયમોનું ભાન કરાવશે? હવે આ મામલે પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: Harsh Sanghavi Panvad Tea: આદિવાસી યુવાનની ચાની દુકાને પહોંચ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી, માણી ચાની ચૂસકી




