Get News Alerts

Never miss breaking news updates.

PM Modi Birthday 2026 : વડાપ્રધાન મોદીને ગુજરાતના CM સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ જન્મદિવસની પાઠવી શુભેચ્છા

PM Modi Birthday 2026 : PM નરેન્દ્ર મોદીનો આજે 76મો જન્મદિવસ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
Kunjan ShuklaUpdated on: 17 Sep 2026 11:12 AM IST
PM Modi Birthday 2026 : વડાપ્રધાન મોદીને ગુજરાતના CM સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ જન્મદિવસની પાઠવી શુભેચ્છાPM Modi Birthday 2026 : વડાપ્રધાન મોદીને ગુજરાતના CM સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ જન્મદિવસની પાઠવી શુભેચ્છા

PM Modi Birthday 2026

PM Modi Birthday 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 76મો જન્મદિવસ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવતા લખ્યું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને દેશના સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો દરેક ક્ષણ ભારત માતાની સેવામાં સમર્પિત કરે છે. તેમણે વડાપ્રધાનને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવતા તેમના લાંબા જાહેર જીવન અને ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફરનો ઉલ્લેખ કર્યો. તેમણે વડાપ્રધાનના નેતૃત્વને ઐતિહાસિક ગણાવ્યું.

આસામ અને બિહારના મુખ્યપ્રધાને PMના દીર્ઘાયુની કરી કામના

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ લાંબા સમયથી જનસેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે જનકલ્યાણ, સામાજિક ન્યાય, માળખાકીય વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વડાપ્રધાન મોદીને 'નવા ભારતના શિલ્પકાર' તરીકે સંબોધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુની કામના કરી.

મણિપુરના મુખ્યમંત્રી યુમનમ ખેમચંદ સિંહે પણ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી. તેમણે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારત પરિવર્તનકારી શાસન, માળખાકીય વિકાસ, ડિજિટલ સશક્તિકરણ અને નવીનતા તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું. ત્યારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ વડાપ્રધાન મોદીને મજબૂત અને વિકસિત ભારતના નિર્માણ માટેની સેવા અને નેતૃત્વ બદલ શુભેચ્છા પાઠવી. તેમણે વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને શક્તિ માટે પ્રાર્થના કરી.

વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ PMએ જન્મદિવસ શુભેચ્છા પાઠવી

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને 'વિકસિત ભારત 2047'ના સંકલ્પનો ઉલ્લેખ કર્યો. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ વડાપ્રધાન મોદીના 76મા જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવી અને સારા સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુની કામના કરી. જ્યારે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે પણ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ, શક્તિ તથા રાષ્ટ્રસેવા માટે સતત ઊર્જાની કામના કરી.

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ પણ ત્રિપુરાના નાગરિકો વતી વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને માતા ત્રિપુરા સુંદરીના આશીર્વાદની કામના કરી. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : PM Modi Birthday 2026: આજે PM મોદીનો 76મો જન્મદિવસ, વડનગરમાં ભવ્ય ઉજવણી; અમિત શાહે શરૂ કરી ‘સેવા સંકલ્પ’ બાઈક યાત્રા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.