Ahmedabad ના પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર વચ્ચે પોલીસ રસ્તા પર, હાટકેશ્વર સર્કલ પર સંભાળી ટ્રાફિક વ્યવસ્થા



Ahmedabad Water Logging
Ahmedabad ના પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર વચ્ચે પોલીસ રસ્તા પર, હાટકેશ્વર સર્કલ પર સંભાળી ટ્રાફિક વ્યવસ્થા



Ahmedabad Water Logging
Ahmedabad : આવી સ્થિતિમાં અમદાવાદ પોલીસ તંત્ર પણ લોકોની મદદ માટે રસ્તા પર ઉતર્યું હતું. હાટકેશ્વર સર્કલ પર વરસાદી પાણી ભરાવાની સાથે ટ્રાફિકનું ભારણ વધતા પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા સ્થળ પર રહીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.
અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારના ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ અને એસીપી કુણાલ દેસાઈ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયું
અમરાઈવાડી અને ખોખરા પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો દ્વારા સતત ટ્રાફિકનું સંચાલન કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ અને પાણી ભરાવા વચ્ચે વાહનચાલકોને સરળતાથી માર્ગ મળે અને ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ દરમિયાન ગણપતિની મૂર્તિઓ લઈને જતા શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગણપતિ મહોત્સવ દરમિયાન વિવિધ મંડળોના વાહનો મૂર્તિઓ લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. વરસાદી પાણી અને ભારે ટ્રાફિક વચ્ચે ગણપતિની મૂર્તિઓને કોઈ નુકસાન ન થાય તેમજ વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે પોલીસ જવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વૃદ્ધો અને મહિલાઓને પણ વરસાદી પાણી વચ્ચે કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ દ્વારા મદદ કરવામાં આવી હતી. પોલીસ જવાનો સતત રસ્તા પર રહી વાહનચાલકોને જરૂરી સૂચનાઓ આપતા જોવા મળ્યા હતા.
હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું
હાટકેશ્વર સર્કલ પર પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ સહિતનો સ્ટાફ સતત ફરજ બજાવતો રહ્યો હતો. ધોધમાર વરસાદ વચ્ચે પોલીસની આ ઓન-ગ્રાઉન્ડ કામગીરીથી વાહનચાલકો અને ગણપતિ ભક્તોને મોટી રાહત મળી હતી. પાણી ભરાયેલા રસ્તાઓ પર ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસની હાજરીને કારણે અડચણો ઘટાડવામાં મદદ મળી હતી.
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે પોલીસ તંત્રની આ કામગીરી લોકો માટે મહત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓનું આગમન થઈ રહ્યું હોવાથી ટ્રાફિકનું સંચાલન કરવું પોલીસ માટે પડકારરૂપ બન્યું છે. જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે પણ ખાખી વર્દીમાં પોલીસ જવાનો ખડેપગે રહી પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા હતા. હાટકેશ્વર સર્કલ પર પોલીસની સતર્કતાથી ગણપતિ ભક્તો, રાહદારીઓ અને અન્ય વાહનચાલકોને વરસાદી મુશ્કેલી વચ્ચે માર્ગ પસાર કરવામાં રાહત મળી હતી.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





