Ahmedabad ના રામોલમાં ફાયરિંગની ઘટના, મકાનના વિવાદમાં સમાધાન માટે ભેગા થયેલા ભાઈ પર ફાયરિંગ કરાયું



ahmedabad firing
Ahmedabad ના રામોલમાં ફાયરિંગની ઘટના, મકાનના વિવાદમાં સમાધાન માટે ભેગા થયેલા ભાઈ પર ફાયરિંગ કરાયું



ahmedabad firing
Ahmedabad : આ દરમિયાન વાતચીત વચ્ચે મામલો ઉગ્ર બન્યો હોવાની માહિતી છે અને એક ભાઈ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, ત્રણ ભાઈઓ મકાનના વિવાદનો ઉકેલ લાવવા માટે એકત્ર થયા હતા.
સમાધાનની ચર્ચા દરમિયાન અચાનક ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરિંગની ઘટનામાં રાજેશભાઈ હરિશંકરભાઈ પ્રજાપતિ, ઉંમર 54 વર્ષ, ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે ગોળી તેમના જાંઘના ભાગમાં વાગી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદમાં ફાયરિંગની ઘટના
આ ઘટનામાં ફાયરિંગ કરનાર વ્યક્તિ તરીકે પ્રમોદ રામ પ્રસાદ શિવ દયાલ પ્રજાપતિ, ઉંમર 46 વર્ષ,નું નામ સામે આવ્યું છે. તેઓ BSFમાં નોકરી કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીને હથિયાર સાથે હસ્તગત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે પરિવારના સભ્યો વચ્ચે મકાનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનું સમાધાન કરવા માટે ત્રણેય ભાઈઓ એકઠા થયા હતા, પરંતુ ચર્ચા દરમિયાન મામલો બિચક્યો અને ફાયરિંગ સુધી પહોંચી ગયો હતો.
રામોલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના
રામોલ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચકચાર ફેલાઈ છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી હથિયાર કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફાયરિંગમાં વપરાયેલા હથિયારની તપાસ અને સમગ્ર ઘટનાના કારણ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
મકાનના વિવાદનો ઉકેલ લાવવા માટે ભેગા થયેલા ત્રણ ભાઈઓ વચ્ચેનો મામલો ફાયરિંગ સુધી પહોંચતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ બનાવ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ફાયરિંગની સમગ્ર કડી અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સાળંગપુરમાં બાપ્પાની ભક્તિનો રંગ, કષ્ટભંજન દેવ હનુમાનજીનો ગણેશજીની થીમ પર ભવ્ય શણગાર

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





