
Ahmedabad પૂર્વમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને હાટકેશ્વર સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં સતત વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ ખાતે ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ઓવરબ્રિજ તોડી પાડવામાં આવ્યા બાદ પણ સર્કલ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાટકેશ્વર સર્કલથી ખોખરા, અમરાઈવાડી તેમજ રુક્ષ્મણી હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો નોંધાયો નહોતો, જેના કારણે આ માર્ગો પર વાહનવ્યવહાર મોટા ભાગે યથાવત રહ્યો હતો.