Ahmedabad Vadodara Highway Accident: પીપલગ ચોકડી ઓવરબ્રિજ પર ગાય વચ્ચે આવી જતા અકસ્માત, ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Ahmedabad Vadodara Highway Accident: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે-48 પર પીપલગ ચોકડી ઓવરબ્રિજ નજીક અચાનક ગાય રસ્તા પર આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Ahmedabad Vadodara Highway Accident NewsAhmedabad Vadodara Highway Accident News

Ahmedabad Vadodara Highway Accident News

Ahmedabad Vadodara Highway Accident: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે-48 પર પીપલગ ચોકડી ઓવરબ્રિજ નજીક અચાનક ગાય રસ્તા પર આવી જતાં અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર દોડી આવેલી ગાય સાથે બે બાઈક અથડાતા કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

નડિયાદ પશ્ચિમ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

મળતી માહિતી મુજબ, આણંદથી નડિયાદ તરફ એક દંપતી મોટરસાયકલ પર જઈ રહ્યું હતું. દરમિયાન પીપલગ ચોકડી ઓવરબ્રિજ પાસે અચાનક ગાય હાઈવે પર આવી ગઈ હતી. બાઈક ચાલકને ગાયથી બચવાનો પૂરતો સમય ન મળતાં મોટરસાયકલ ગાય સાથે અથડાઈ હતી. આ દરમિયાન અન્ય એક બાઈક સવાર પણ ગાય સાથે અથડાતાં અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ હાઈવે પેટ્રોલિંગ ટીમ, 108 એમ્બ્યુલન્સની ટીમ અને નડિયાદ પશ્ચિમ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હાઈવે પર રખડતાં પશુઓની સમસ્યા અને વાહનચાલકોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં

હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર અચાનક રખડતાં પશુઓ આવી જતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થાય છે. ખાસ કરીને ઓવરબ્રિજ અને હાઈવે પર પૂરઝડપે પસાર થતાં વાહનો માટે આવી સ્થિતિમાં અકસ્માત ટાળવો મુશ્કેલ બની શકે છે. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર રખડતાં પશુઓની સમસ્યા અને વાહનચાલકોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad Water Leakage: અમદાવાદમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર શુદ્ધ પાણી ગટરમાં વેડફાયું