Gujarat University New VC: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. પ્રથુલ રમેશભાઈ દેસાઈની નિમણૂક


Gujarat University New VC Dr Pruthul Desai
Gujarat University New VC: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. પ્રથુલ રમેશભાઈ દેસાઈની નિમણૂક


Gujarat University New VC Dr Pruthul Desai
Gujarat University New VC: ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ ડૉ. પ્રથુલ રમેશભાઈ દેસાઈની ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક રાજ્યપાલના આદેશથી કરવામાં આવી છે.
કોણ છે ડોક્ટર પ્રથુલ દેસાઈ?
મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 7 નવેમ્બર, 2026ના રોજ આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023ની કલમ 10(4) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિમણૂક કરવામાં આવી છે. ડૉ. પ્રથુલ રમેશભાઈ દેસાઈ હાલમાં સુરતની સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. હવે તેમને ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના કુલપતિ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
5 વર્ષનો રહેશે તેમનો કાર્યકાળ
સરકારી જાહેરનામા અનુસાર, તેમની નિમણૂક પાંચ વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવી છે. જોકે, તેઓ કાર્યભાર સંભાળે તે તારીખથી પાંચ વર્ષ અથવા 65 વર્ષની વય પૂર્ણ થાય ત્યાં સુધી, બેમાંથી જે સમયગાળો વહેલો પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે. આ નિમણૂકને ગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઓમાંની એક છે અને અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોમાં શિક્ષણ મેળવી રહ્યા છે.
નવા કુલપતિ તરીકે ડૉ. પ્રથુલ દેસાઈની નિમણૂક બાદ યુનિવર્સિટીના શૈક્ષણિક વિકાસ, સંશોધન પ્રવૃત્તિઓ, શૈક્ષણિક ગુણવત્તા અને વહીવટી કામગીરીને નવી દિશા મળવાની અપેક્ષા છે. શિક્ષણ વિભાગના જાહેરનામા પર અન્ડર સેક્રેટરી આશિષ ચૌધરીની સહી કરવામાં આવી છે. હવે સૌની નજર નવા કુલપતિના કાર્યભાર સંભાળવા અને યુનિવર્સિટીના આગામી શૈક્ષણિક આયોજન પર રહેશે.




