Ahmedabad News: ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની કાયદો-વ્યવસ્થાની કરી સમીક્ષા, નશામુક્ત ભારતના ધ્યેયને પાર પાડવા કરી તાકીદ

Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી ગુજરાતની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષાની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
Kunjan Shukal
Kunjan Shukal
Home Minister amit shah review meetingHome Minister amit shah review meeting

Home Minister amit shah review meeting

Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી ગુજરાતની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષાની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી

આ બેઠકમાં કાયદો-વ્યવસ્થા, પોલીસનું આધુનિકીકરણ, સરહદ અને દરિયાઈ સુરક્ષા, માદક પદાર્થોનું નિયંત્રણ, સાયબર ક્રાઈમ, આતંકવાદ વિરોધી કામગીરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક વિજ્ઞાન, આંતરરાજ્ય સહયોગ અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત CAA, વસ્તી ગણતરી, અગ્નિવીર યોજના, જેલ વ્યવસ્થા અને સ્પેશિયલ કોર્ટ અંગે પણ ચર્ચા થઈ હતી.

વ્યાપક જનજાગૃતિ ઊભી કરવા સૂચનો આપ્યા

બેઠક દરમિયાન રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો, ઘૂસણખોરી, આર્થિક અપરાધો, POCSO કેસ, NDPS અને સીમાવર્તી જિલ્લાઓની સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર અધિકારીઓએ માહિતી રજૂ કરી હતી. સાયબર ગુનાઓને રોકવા માટે 1930 હેલ્પલાઈન, સાયબર કમાન્ડો, ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડ સામેની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અમિત શાહે વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે ખાસ ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યમાં ડ્રગ્સ અને માદક પદાર્થોના દુષણને ડામવા કડક કાર્યવાહી, તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન, સઘન અભિયાન અને વ્યાપક જનજાગૃતિ ઊભી કરવા સૂચનો આપ્યા હતા.

આ ઉપરાંત કોસ્ટલ સિક્યોરિટી, બોર્ડર મેનેજમેન્ટ, અમદાવાદમાં શહેરી પૂર નિવારણ, SDRFની ક્ષમતા, ફોરેન્સિક તપાસ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પરસ્પર સંકલન અને સહયોગ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad News: નરોડા NDPS કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, નાઈજિરિયન માસ્ટરમાઇન્ડ કેરળથી ઝડપાયો