Ahmedabad Police : અમદાવાદના જુહાપુરમાં મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, 10 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો



Ahmedabad Police Juhapura Drugs
Ahmedabad Police : અમદાવાદના જુહાપુરમાં મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, 10 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો



Ahmedabad Police Juhapura Drugs
Ahmedabad Police : જુહાપુરા વિસ્તારમાં અર્ટિગા કારમાં મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ 339 ગ્રામ મેફેડ્રોન, જેની કિંમત રૂ.10.17 લાખ હોવાનું જણાવાયું છે.
પોલીસે કુલ રૂ.15.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં યુવાનોને નશાની લતથી દૂર રાખવા તેમજ ડ્રગ્સના ખરીદ-વેચાણ સામે કાર્યવાહી કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડયો
આ અંતર્ગત ડ્રગ્સ સપ્લાયર્સ અને પેડલર્સની માહિતી મેળવવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, બાતમીદારોના નેટવર્ક તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગણપતિ વિસર્જનના અનુસંધાને સઘન પેટ્રોલિંગ દરમિયાન LCB ઝોન-7ની ટીમને જુહાપુરા વિસ્તારમાં એક ચોક્કસ બાતમી મળી હતી.
બાતમી અનુસાર એક ઇસમ અર્ટિગા કારમાં ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેઠેલો હતો. માહિતી મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન પોલીસે કાદર ઉર્ફે ઘુવડ ઇકબાલભાઈ હાસમભાઈ મોવર, ઉંમર 32 વર્ષ, જામનગરના રહેવાસી હોવાનું જણાવાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો.
એલસીબી ઝોન-7 એ આરોપી વેજલપુર પોલીસને સોંપ્યો
પોલીસે આરોપી પાસેથી 339 ગ્રામ MD ડ્રગ્સ કિંમત રૂ.10,17,000, બે મોબાઇલ ફોન કિંમત રૂ.20,000, રોકડ રૂ.24,200 અને અર્ટિગા કાર કિંમત રૂ.5 લાખ સહિત કુલ રૂ.15,61,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ચાર પ્લાસ્ટિક ઝીપર બેગ પણ મળી આવી હોવાનું જણાવાયું છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં NDPS Actની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની માહિતી અનુસાર આ કેસમાં ફૈઝલખાન, રાજસ્થાનના બાસવાડા ખાતે રહેતો હોવાનું જણાવાયેલો વ્યક્તિ અને ફકીરા ઉર્ફે છાપી, દ્વારકા ખાતે રહેતો હોવાનું જણાવાયેલો વ્યક્તિ હજુ પકડવાના બાકી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલું છે તે અંગે પોલીસ તપાસ આગળ વધારી રહી છે. પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં ડ્રગ્સના સપ્લાય અને વેચાણ સામે કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો : Ashok Singhal નું જીવન રાષ્ટ્ર અને સંસ્કૃતિને સમર્પિત હતું : CM ભૂપેન્દ્ર પટેલ

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





