Get News Alerts

Never miss breaking news updates.

Ashok Singhal નું જીવન રાષ્ટ્ર અને સંસ્કૃતિને સમર્પિત હતું : CM ભૂપેન્દ્ર પટેલ

Ashok Singhal : અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ, ગુજરાત દ્વારા શ્રદ્ધેય અશોક સિંઘલજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિશેષ સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 27 Sep 2026 01:06 PM IST
Ashok Singhal નું જીવન રાષ્ટ્ર અને સંસ્કૃતિને સમર્પિત હતું : CM ભૂપેન્દ્ર પટેલAshok Singhal નું જીવન રાષ્ટ્ર અને સંસ્કૃતિને સમર્પિત હતું : CM ભૂપેન્દ્ર પટેલ

Ashok Singhal

Ashok Singhal : કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અશોક સિંઘલજીના જીવન, રાષ્ટ્રસેવા તેમજ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અશોક સિંઘલજીને ભાવપૂર્ણ વંદન કરતા તેમને તપસ્વી, રાષ્ટ્રનિષ્ઠ સાધક અને સાંસ્કૃતિક ચેતનાના સંવાહક તરીકે સંબોધ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, અશોક સિંઘલજીએ દેશની આધ્યાત્મિક પરંપરા, સનાતન સંસ્કૃતિના રક્ષણ અને રાષ્ટ્ર જીવનના જાગરણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું.

રામ મંદિર માટે અશોક સિંઘલજીના સંઘર્ષને CMએ કર્યો યાદ

મુખ્યમંત્રીએ રામ મંદિરના નિર્માણ માટે અશોક સિંઘલજીના લાંબા સમયના સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસ કાર્યોની પણ વાત કરી હતી. તેમાં કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ ધામ, પાવાગઢમાં ધ્વજારોહણ અને અંબાજી કોરિડોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અશોક સિંઘલજીએ અનેક યુવાનોમાં દેશપ્રેમની ભાવના જગાડવા અને હિન્દુ એકતા માટે હિન્દુ સંમેલનોના આયોજનમાં ભૂમિકા ભજવી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ વેદ, સંસ્કૃત, ગૌ, ગંગા, તીર્થ, તીર્થ પુરોહિત, ધર્માચાર્યો તેમજ મઠ-મંદિરોની પ્રાચીન ભૂમિકાના પુનઃસ્થાપન સાથે જોડાયેલા તેમના યોગદાનને પણ યાદ કરવામાં આવ્યું હતું.

અશોક સિંઘલજીનું જીવન રાષ્ટ્ર અને સંસ્કૃતિને સમર્પિત

અશોક સિંઘલના જાહેર જીવન અને રાષ્ટ્રીય-સામાજિક કાર્ય અંગે અગાઉ પણ સરકારી સ્તરે ઉલ્લેખ થયો છે. 2017માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ સિંઘલને સમાજસેવા માટે દાયકાઓ સુધી સમર્પિત રહેલા વ્યક્તિ તરીકે યાદ કર્યા હતા. સંગોષ્ઠી દરમિયાન મુખ્યમંત્રીએ આગામી પેઢીને અશોક સિંઘલજીના જીવન અને વિચારો સાથે પરિચિત કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક વારસાના જતનનો સંદેશ આપ્યો હતો.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રસેવા અને જનકલ્યાણની 25 વર્ષની યાત્રાના સંદર્ભમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો પણ ઉલ્લેખ કર્યો હતો. અંતે તેમણે જણાવ્યું હતું કે મોટા સંકલ્પ, નિષ્ઠાપૂર્વકની સાધના અને પવિત્ર ધ્યેયથી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે અને અશોક સિંઘલજીનું જીવન આ સંદેશ સાથે જોડાયેલું છે.

આ પણ વાંચો : Amreli News : અમરેલીમાં રેસ્ક્યું કરવા ગયેલા બે વનકર્મી પર સિંહે કર્યો હુમલો, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે