Arvalli News : પ્રેમસંબંધના મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ, 16 લોકો સામે ફરિયાદ, મારામારીના વીડિયો વાયરલ થતા પોલીસ એકશનમાં



Two Groups Accuse Each Other of Assault
Arvalli News : પ્રેમસંબંધના મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ, 16 લોકો સામે ફરિયાદ, મારામારીના વીડિયો વાયરલ થતા પોલીસ એકશનમાં



Two Groups Accuse Each Other of Assault
Arvalli News : યુવક અને યુવતી ઘરેથી જતા રહેવાના મુદ્દે બંને પરિવારો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોની કુલ 16 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બીજી તરફ, મારામારીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટનાએ ચર્ચા જગાવી છે. વાસણા ગામની એક યુવતી કોલેજ જવાના બહાને ઘરેથી નીકળ્યા બાદ પોતાના પ્રેમી સાથે જતી રહી હતી. યુવક-યુવતીના ઘરેથી જતા રહેવાના મામલે બંને પરિવારો વચ્ચે વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અપહરણ કરી અલગ-અલગ સ્થળે લઈ જઈ માર માર્યાના આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભિલોડા નજીક પરિવારજનોને બોલાવી તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપ છે. સમાધાન કરવાના બહાને બોલાવી હુમલો કરાયો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પરિવારના કેટલાક લોકોને કથિત રીતે અપહરણ કરીને અલગ-અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યા અને તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
બંને પક્ષો વચ્ચે થયેલી મારામારી દરમિયાન લોખંડના સળિયા અને ચપ્પુનો ઉપયોગ કરાયો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બંને ફરિયાદોમાં ગાળાગાળી, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
ઘટનામાં એક પક્ષના બે વ્યક્તિઓને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે. જ્યારે બીજા પક્ષના પાંચ વ્યક્તિઓએ વડાલી સરકારી દવાખાનામાં સારવાર લીધી હતી. બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રયાસો સફળ ન થતાં આખરે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઘટનાને લગતા મારામારીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયોને કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. હાલ બંને પક્ષોની કુલ 16 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને ઘટનાના સંજોગોની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જ સમગ્ર વિવાદમાં કોની કેટલી સંડોવણી છે તે અંગે સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે 13 ઓકટોબરે થશે મતગણતરી

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





