Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : સરખેજમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર પોલીસની રેડ, રૂપિયા 19.73 લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad : અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan ShuklaUpdated on: 13 Oct 2026 06:07 PM IST
Ahmedabad : સરખેજમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર પોલીસની રેડ, રૂપિયા 19.73 લાખનો મુદ્દામાલ જપ્તAhmedabad : સરખેજમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર પોલીસની રેડ, રૂપિયા 19.73 લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad

Ahmedabad : અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની રેડ દરમિયાન દેશી દારૂ, દારૂ ગાળવા માટેનો વોશ, વાહનો સહિત કુલ રૂ.19,73,750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે, જ્યારે અન્ય આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

દેશી દારૂ ગાળવા માટેનો 6,500 લીટર વોશ ઝડપાયો

મળતી માહિતી મુજબ, સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્થળ પરથી 1,110 લીટર દેશી દારૂ, જેની કિંમત રૂ.2,22,000 થાય છે, તેમજ દેશી દારૂ ગાળવા માટેનો 6,500 લીટર વોશ, જેની કિંમત રૂ.1,62,500 આંકવામાં આવી છે, તે કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દારૂના ગેરકાયદે ધંધામાં ઉપયોગમાં લેવાતાં બે વાહનો, પાંચ મોબાઈલ ફોન, પાંચ બેરલ, છ કેરબા, પાંચ પ્લાસ્ટિક પાઈપ, ચાર પ્લાસ્ટિક પોલીથીન બેગ, બે થર્મોમીટર અને એક પ્લાસ્ટિકનું માપિયું પણ જપ્ત કરવામાં આવ્યું છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.19,73,750 હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

આ મામલે અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં તા.13 ઓક્ટોબર, 2026ના રોજ પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 111(2)(બી) અને 111(3)(4) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે ફરાર આઠ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દેશી દારૂના ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Sabarkantha : હિંમતનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે નગરપાલિકાની કાર્યવાહી, 275 કિલો પ્લાસ્ટિક જપ્ત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.